મનોરંજન

“કુમકુમ ભાગ્ય” ની સંસ્કારી અભિનેત્રીએ બાળકને દૂધ પાયા પછીની પોસ્ટમાં કેમ બધા કપડાં ઉતાર્યા? હવે સામે આવ્યુ કારણ

સંસ્કારી અભિનેત્રી શિખા સિંહે કેમ કપડાં ઉતારીને શરમજનક તસવીર શેર કરી? ખુલી ગયું મોટું રહસ્ય

સેલેબ્સને તેમની તસવીર અને ટ્વીટ્સ માટે ઘણીવાર ટ્રોલ કરવામાં આવે છે અને આ સામાન્ય બાબત છે. કેટલાક સેલેબ્સને લઇને ટ્રોલર્સ એ જ રાહ જોઇ રહ્યા હોય છે કે, તેઓ કંઇક પોસ્ટ કરે અને ટ્રોલર્સને ખરી-ખોટી સંભળાવવાનો મોકો મળે.

કુમકુમ ભાગ્ય ફેમ શિખા સિંહે હાલમાં જ તેની એક તસવીર શેર કરી હતી, જેમાં તે તેની દીકરીને બ્રેસ્ટફીડિંગ કરતી જોવા મળી હતી. જો કે, તે બાદ શિખાએ એક બીજી તસવીર શેર કરી હતી. જેના કારણે તેને ટ્રોલ થવું પડ્યુ હતુ.

શિખાની આ તસવીર પર કેટલાક યુઝર્સે તેને ખરી-ખોટી સંભળાવી હતી. હવે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે શિખાએ આ વિશે વાતચીતમાં કહ્યુ કે, મેં એક વાર પહેલા બ્રેસ્ટફીડિંગની એક તસવીર શેર કરી હતી ત્યારે પણ લોકોએ મારા પર સવાલ ઉઠાવ્યા હતા.

શિખાએ કહ્યુ કે, પહેલી વાત કે મને લોકોના કમેન્ટથી અને વિચારોથી કોઇ ફરક પડતો નથી. બીજી વાત કે હું બ્રેસ્ટફીડિંગથી સમાજમાં નોર્મલ કરવા ઇચ્છુ છું. લેટેસ્ટ તસવીર જે મેં શેર કરી છે, તેમાં હું મારી બેબીને ફીડ કરાવી રહી છું. ફોટો એવા એન્ગલથી લેવામાં આવી છે કે, તમે બેબીને નહિ જોઇ શકો.

લોકોને તસવીરથી તકલીફ તો હતી જ પરંતુ જો હું એવી તસવીર શેર કરી દઉ તો એટલો ડ્રામા થાય છે. લોકોએ તો આ તસવીરને કપડા વગરની તસવીરનો કરાર આપી દીધો, જે તે છે જ નહિ.

એવામાં શિખા સિંહને પૂછવામાં આવ્યુ કે તે આખરે ટ્રોલથી કેવી રીતે ડિલ કરે છે, તો તેણે કહ્યુ કે, શરૂઆતમાં હું પરેશાન થઇ કારણ કે લોકો અજીબ વાતો કરી રહ્યા હતા. પછી મેં એક કમેન્ટ જોઇ જેમાં લખેલુ હતુ કે મારા પતિ મને આવી તસવીર પોસ્ટ કરવા કેવી રીતે દે છે. મારા પતિએ જ મારી આ તસવીર ક્લિક કરી હતી.

શિખાએ આગળ કહ્યુ કે, મેં કેટલીક બીજી કમેન્ટ્સ વાંચી અને પછી વિચાર્યુ કે લોકો પાસે બોલવા માટે કંઇક ના કંઇ હશે અને એક્ટર હોવાને લીધે મારે માનસિક રૂપથી આ વસ્તુ માટે તૈયાર રહેવું જોઇએ.

તેણે આગળ કહ્યુ કે, હું મારી બાળકીને એવી જગ્યાએ મોટી કરવા ઇચ્છુ છુ કે જયાં કોઇ રુકાવટ ના હોય. કેટલાક લોકો કહે છે કે આ અમારી સંસ્કૃતિ નથી, પરંતુ આપણે મોટા તો પોતાની માતાના બ્રેસ્ટફીડ કરવાથી જ થયા છીએ ને. આ બિલકુલ નોર્મલ છે. તો એમાં આટલું ખરાબ માનવાવાળી કઇ વાત છે ?

જણાવી દઇએ કે, શિખા સિંહ ટીવીની જાણિતી અભિનેત્રી છે. તેણે કુમકુમ ભાગ્યમાં મહત્વનો રોલ નિભાવ્યો હતો. આ રોલમાં તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ ઉપરાંત તે ઘણી ધારાવાહિકમાં જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh)