બોલિવૂડ અભિનેત્રી શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા પર અંડરવર્લ્ડની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. શર્લિને કહ્યું કે અંડરવર્લ્ડની ધમકી આપ્યા બાદ તેણે હવે મને માનહાનિની નોટિસ મોકલી છે, પરંતુ હું ડરતી નથી. તેણે કહ્યું કે હું પોલીસને મારું નિવેદન નોંધવા વિનંતી કરું છું જેથી મારી ફરિયાદને ધ્યાનમાં લેવામાં આવે. શર્લિને એમ પણ કહ્યું કે માનસિક ઉત્પીડન માટે રાજ તથા શિલ્પાએ તેને 75 કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ.
આ પહેલા બોલિવૂડ અભિનેત્રી શર્લિન ચોપરાએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે છેતરપિંડી અને માનસિક ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી. અભિનેત્રીએ 14 ઓક્ટોબરે જુહુ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી. અગાઉ માર્ચમાં તેણે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બાદમાં પાછી ખેંચી લીધી હતી. આ કેસમાં શર્લિન ચોપરાના વકીલ સુહેલ શરીફે કહ્યું હતું કે, “દુર્ભાગ્યવશ, ન્યાય અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવા માટે માનહાનિનો દાવો કરવામાં આવે છે. ત્યાં, તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ પણ શર્લિન ચોપરા પર આરોપ લગાવ્યા હતા. પરંતુ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
14 ઓક્ટોબરે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં, શર્લિને ગુનાહિત કાવતરું અને તેના અનુસંધાનમાં, છેતરપિંડી અને અપ્રમાણિકપણે JL સ્ટ્રીમ એપ્લિકેશન માટે કામ કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ મૂક્યો હતો. તેણે ફરિયાદમાં એવા ઉદાહરણો પણ ટાંક્યા હતા જેના કારણે આ વર્ષે માર્ચમાં રાજ અને શિલ્પા સામે નોંધાયેલી અગાઉની પોલીસ ફરિયાદો પાછી ખેંચી લેવામાં આવી હતી.
View this post on Instagram
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ શર્લિન ચોપરા વિરુદ્ધ 50 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો. જે બાદ હવે માનહાનિની નોટિસનો જવાબ આપતા શર્લિને લેટર શેર કર્યો છે. શર્લિન ચોપરાએ આરોપ લગાવ્યો હતો કે રાજે તેના ઘરે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એપ્રિલ 2021માં રાજ કુન્દ્રા સામે જાતીય શોષણનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. શર્લિને જણાવ્યું કે રાજ કુન્દ્રા 27 માર્ચ 2019ના રોજ બિઝનેસ મીટિંગ બાદ તેને જાણ કર્યા વગર તેના ઘરે આવ્યો હતો. આ પછી રાજ તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યો, જ્યારે તે આમ કરવાનો ઇનકાર કરતી રહી.
Raj Kundra & Shilpa Shetty threatened me with underworld&now sent me defamation notice but I’ll not get scared. I request police to record my statement so that cognizance can be taken of my complaint. I’ve sent reply notice asking for Rs75 cr for mental harassment: Sherlyn Chopra pic.twitter.com/cn8eFPcjtW
— ANI (@ANI) October 27, 2021
શર્લિનનો રાજ કુન્દ્રા સાથે કોન્ટ્રાક્ટ હતો. શર્લિને રાજ કુન્દ્રાના ઘણા પ્રોજેક્ટ્સ માટે કામ કર્યું છે, જેના માટે તેને મોટી રકમ આપવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે શર્લિનને એક પ્રોજેક્ટ માટે લગભગ 30 લાખ રૂપિયા મળતા હતા અને તેણે કુન્દ્રા માટે 15 થી 20 પ્રોજેક્ટ કર્યા છે.