સિદ્ધાર્થ શુક્લાની કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ છે કરોડોની માલકિન, પ્રમોશન માટે ચાર્જ કરે છે લાખો રૂપિયા

શહેનાઝે હૈયાફાટ રુદન સાથે રડતા રડતા સિદ્ધાર્થને અલવિદા કહ્યું, અસલ જીવનમાં છે કરોડોની માલકિન- જુઓ

ટીવીના મશહૂર અભિનેતા અને બિગબોસ-13 વિનર સિદ્ધાર્થ શુક્લાનુ નિધન થઇ ગયુ છે અને તેમના નિધન બાદ બિગબોસ કંટેંસ્ટેંટ અને અભિનેત્રી શહેનાઝ ગિલ ચર્ચામાં છે. દિવંગત અભિનેતા સિદ્ધાર્થની સૌથી નજીકની શહેનાઝ આ સમયે સદમામાં છે. સિદ્ધાર્થના નિધનથી શહેનાઝ તૂટી ગઇ છે. સિદ્ધાર્થની મોત બાદ શહેનાઝ વિશે લોકો જાણવા માંગે છે. શહેનાઝ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે.

શહેનાઝ રિયાલિટી શો “બિગબોસ 13″માં જોવા મળી હતી. તે બાદ તેને વધુ પ્રસિદ્ધિ મળી. પંજાબ ઇન્ડસ્ટ્રીમાં શહેનાઝનું મોટુ નામ છે. શહેનાઝ ઘણા પંજાબી વીડિયોમાં જોવા મળી છે. તેણે કેટલાક હિંદી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યુ છે. તમને જણાવી દઇએ કે, શહેનાઝ કરોડોની માલકિન છે. રિપબ્લિક વર્લ્ડ ડોટ કોમના રીપોર્ટ અનુસાર, તેની કુલ સંપત્તિ 30 મિલિયન એટલે કે 3 કરોડ રૂપિયા છે. શહેનાઝ કોઇ ઇવેન્ટ્સ પ્રમોશન માટે મોટી રકમ વસૂલે છે.

શું તમે જાણે છો કે, શહેનાઝ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે. બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને મળાવીને શહેનાઝ આશરે 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે. શહેનાઝે હાલમાં જ મર્સિડિઝ બેન્ઝ ગાડી પણ ખરીદી હતી. તમને જણાવી દઇએ કે, સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહેનાઝ માટે સમય ઘણો મુશ્કેલ સાબિત થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બિગબોસ 13ની અંદરથી ચર્ચામાં આવનારી શહનાઝ ગિલને શો પૂર્ણ થયા પછી પણ લોકોએ ખુબ જ પ્રેમ આપ્યો. જેના કારણે તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગ્યા.શહેનાઝને પંજાબની કૈટરીના કૈફ કહેવામાં આવે છે.

બિગ બોસ દરમિયાન જોવા મળ્યું હતું કે તેનું વજન થોડું વધી ગયું હતું. પરંતુ શો પૂરો થવાની સાથે જ તેને પોતાના વજનને ઓછું કરવા ઉપર કામ કરવાનું શરૂ કર્યું. અને જે પરિણામ આવ્યું તેન જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા. શહનાઝ ગિલે પોતાની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે.

ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરો અને વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેને વજન ઓછું કરી લીધું છે અને પહેલા કરતા પણ હવે તે વધારે સુંદર દેખાઈ રહી છે. પંજાબની કૈટરીના કૈફ એટલે કે શહાનાઝ ગિલની જોડી બિગ બોસની અંદર સિદ્ધાર્થ શુકલા સાથે ખુબ ચર્ચામાં આવી હતી.

ઘણા પ્રસંગો ઉપર સલમાન ખાને પણ તેની પ્રસંશા કરી હતી. શહેનાઝે પોતાના ગીતો અને અદાકારીથી પંજાબી સિનેમામાં ખુબ જ નામ મેળવ્યું છે. સાથે જ તેને બિગ બોસ 13 દ્વારા લોકોનું દિલ પણ જીત્યું છે. બિગ બોસનાં ઘરમાં રહીને તેની લોકપ્રિયતા ખુબ જ વધી ગઈ હતી.

Shah Jina