અંતિમ સંસ્કાર કરવા સ્મશાનઘાટ પહોંચતા જ સિદ્ધાર્થની ખાસ ફ્રેન્ડ શહેનાઝ ધ્રુસકે ધ્રુસકે રડી પડી- ખરાબ હાલત થઇ ગઈ

અભિનયની દુનિયાના જાણીતા કલાકાર અને “બિગબોસ 13” વિનર સિદ્ધાર્થ શુુક્લાનુ કાલે નિધન થઇ ગયુ હતુ. આજે તેમના અંતિમ સંસ્કાર ઓશિવિરા શ્મશાન ઘાટમાં કરવામાં આવી રહ્યા છે. અહીં તેમના પરિવારના લોકો સહિત સેલેબ્સ પણ તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે.

આ દરમિયાન તેમની અંતિમ યાત્રામાં સામેલ થવા માટે અભિનેત્રી શહેનાઝ ગિલ પણ પહોંચી હતી. આ દરમિયાન શહેનાઝ ઘણી જ ઉદાસ અને ભાવુુક જોવા મળી. બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલ લોકો તેમના રીતિ-રિવાજ સાથે સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરશે. માનવામાં આવી રહ્યુ છે કે, સિદ્ધાર્થ શુક્લાની મોતને લઇને પોલિસ પણ તેમનું નિવેદન જારી કરી શકે છે.

સિદ્ધાર્થ શુક્લાના પાર્થિવ શરરના પોસ્ટમોર્ટમમાં નિષ્કર્ષને લઇને પોલિસ કોઇ ઉતાવળ કરી રહી નથી. મુંબઇ પોલિસ ફોરેન્સિક રીપોર્ટ, કેમિકલ એનાલિસિસ બાદ નિષ્કરિસ પર પહોંચશે.જાણકારી અનુસાર વિસરા સેંપલને કલીના ફોરેન્સિક લેબ તપાસ માટે મોકલવામાં આવશે. સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધનથી પરિવાર સહિત ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે. ચાહકોને પણ સિદ્ધાર્થના નિધનથી ઝાટકો લાગ્યો છે.

સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં કેંદ્રીય મંત્રી રામ દાસ અઠાવલે પણ પહોંચ્યા છે. હાલ તો શ્મશાન ઘાટમાં શાંતિ પાઠ કરવામાં આવી રહ્યો છે. તે બાદ અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર માટે તેમની માતા અને તેમની બહેન પણ પહોંચ્યા છે.

માતાની હાલત તેમની સામે આવેલી તસવીરમાં જોઇ શકાય છે, તેમની આંખો નમ છે. સિદ્ધાર્થની માતા અને શહેનાઝની હાલત રડી રડીને ખરાબ છે. હાલ તો સિદ્ધાર્થને અલવિદા કહેવા માટે લોકો આવી રહ્યા છે. ટીવી સેલેબ્સ પણ સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા માટે આવી રહ્યા છે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં લિમિટેડ લોકો જ સામેલ થઇ શકે છે.

લોકોના નામની લિસ્ટ બનાવવામાં આવી છે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં નજીકના લોકો સામેલ થશે. સિદ્ધાર્થના અંતિમ દર્શન કરી કેટલાક લોકો પાછા જઇ રહ્યા છે કારણ કે શ્મશાન ઘાટમાં ભીડ લગાવવાની મનાઇ છે. માનવામાં આવી રહ્યુ છે કે, સિદ્ધાર્થની અંતિમ ક્રિયામાં મોડુ થઇ શકે છે કારણ કે તેમનો પરિવાર કોઇની રાહ જોઇ રહ્યો છે.

કોઇ રીતે પૈનિક ક્રિએટ ના થાય તે માટે મુંબઇ પોલિસ બંદોબસ્ત કરી રહી છે. ગુરમીત ચૌધરી સહિત વિકાસ ગુપ્તા, રાહુલ મહાજન, દિવ્યાંકા ત્રિપાઠી દહિયા ઉપરાંત ઘણા સેલેબ્સ સિદ્ધાર્થના અંતિમ દર્શન માટે આવ્યા છે હજી પણ લોકો સતત આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો શ્મશાન ઘાટ બહાર પણ હાજર છે. શ્મશાન ઘાટ અંદર પરિવાર સહિત નજીકના મિત્રો સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા અને બિગબોસ 13ના વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનુ અચાનક જ નિધન થઇ ગયુ અને તેઓએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુકલાનું નિધન હાર્ટ એટેકથી થયુ છે.

 

View this post on Instagram

 

A post shared by iwmbuzzhindi (@iwmbuzzhindi)

તેમણે ઘણી નાની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધુ. સિદ્ધાર્થની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી હતી. આ દિવસોમાં તે તેમના કરિયરના પીક પર હતા. તેમણે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમને “બાલિકા વધુ”થી ઘર ઘરમાં ઓળખ મળી હતી અને તેઓ પ્રસિદ્ધ થઇ ગયા હતા. સિદ્ધાર્થ શુક્લાએ નિધનના 6 દિવસ પહેલા માણસોના જીવનને લઇને વાત કરી હતી. તેમણે એક સારુ કામ કર્યુ હતુ. 27 ઓગસ્ટના રોજ એક વ્યક્તિએ સિદ્ધાર્થને ટેગ કરી જણાવ્યુ હતુ કે, સિદ્ધાર્થ સ્ટ્રીટ ડોગ માટે એક કૈંપેનને સપોર્ટ કરી રહ્યા છે અને પ્રાણીઓના ખાવાનો ઇંતઝામ પણ કરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

એ વ્યક્તિએ અભિનેતાનો આભાર માન્યો હતો.  સિદ્ધાર્થે આ વ્યક્તિને જવાબ પણ આપ્યો હતો અને લખ્યુ હતુ કે, એક એવી દુનિયામાં જાયં માનવ જીવન એટલુ સસ્તુ થઇ ગયુ છે.. આ જોવુ સુખદ છે. સ્ટ્રીટ ડોગ્સ માટે દયા ભાવ રાખો. જાણાવી દઇએ કે, સિદ્ધાર્થ ટ્વિટર પર ઘણા એક્ટિવ રહેતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

સિદ્ધાર્થની ખાસ દોસ્ત શહનાઝ ગિલનો ભાઈ શાહબાઝ દિવંગત અભિનેતા સિદ્ધાર્થના ઘરે પહોંચ્યો હતો.  તમને જણાવી દઈએ કે મીડિયા સાથે વાત કરવા દરમિયાન શહનાઝ ગિલના પોતાએ જણાવ્યું હતું કે, ” “હું અત્યારે વાત કરવાની હાલતમાં નથી, જે કંઈપણ થયું છે તેના ઉપર મને વિશ્વાસ નથી આવી રહ્યો. મેં તેની સાથે વાત કરી, તે બિલકુલ ઠીક નથી, હાલ મારો દીકરો મુંબઈ ગયો છે, બાદમાં હું પણ જઈશ.”

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

અભિનેત્રી અને બીહ બોસ 7ની વજેતા ગૌહર ખાન પણ સિદ્ધાર્થના ઘરે પહોંચી હતી. સિદ્ધાર્થ શુકલાના ઘરે પાહકહતાં જ ગૌહર ખાનને તેની ગાડીની અંદર રડતા જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ગૌહર ખાન અને સિદ્ધાર્થ શુકલાને બિગ બોસ 14માં એકસાથે જોવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુકલાના નિધનની ખબર ગુરુવારે સવારે 11 વાગે આવી હતી. જાણવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુકલાએ રાત્રે સુતા પહેલા દવા લીધી હતી, જેના બાદ તે સુવા ચાલ્યો ગયો અને સવારે તે ઉઠ્યો જ નહિ. ટીવી ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ અભિનેતા અને રિયાલિટી શો બિગબોસના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે ગઇકાલે નિધન થયું છે,

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

તેમની મોતની પુષ્ટિ કૂપર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. સિદ્ધાર્થના નિધનના કારણે બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ ફેલાયેલુ છે. સોશિયલ મીડિયા ઉપર ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપવા લાગી ગયા હતા. તો હોસ્પિટલની બહાર પણ લોકોના ટોળા જામ્યા હતા.

YC