શહેનાઝની આવી હાલત જોઇ તૂટી ગયુ ચાહકોનું દિલ, શ્મશાન ભૂમિમાં રડતા રડતા પાડી રહી હતી સિદ્ધાર્થના નામની બૂમો…

શ્મશાન ભૂમિમાં સિદ્ધાર્થ-સિદ્ધાર્થ બૂમો પાડતી જોવા મળી શહેનાઝ ગિલ, વીડિયો જોઇ તૂટ્યુ ચાહકોનું દિલ

2 સપ્ટેમ્બર ગુરુવારના રોજ ટીવીના જાણિતા અભિનેતા અને બિગબોસ-13 વિનર સિદ્ધાર્થ શુક્લાનું અચાનક જ નિધન થઇ ગયુ હતુ. તેમના નિધનથી પરિવાર સહિત ચાહકોમાં અને ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. તેમના અંતિમ સંસ્કાર શુક્રવારના રોજ ઓશિવારા શ્મશાન ઘાટમાં બ્રહ્માકુમારી વિધિથી કરવામાં આવ્યા હતા. સિદ્ધાર્થની અંતિમ યાત્રામાં પરિવાર સહિત ઘણા ટીવી સ્ટાર્સ પણ પહોંચ્યા હતા.

સિદ્ધાર્થના આકસ્મિક નિધનથી તેની કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ ભાંગી પડી છે. શહેનાઝ એ વિશ્વાસ નથી કરી શકતી કે સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી રહ્યા અને તેઓ બધાને છોડીને ચાલ્યા ગયા છે. શહેનાઝની હાલત સિદ્ધાર્થના ગયા બાદ ઘણી ખરાબ છે. શુક્રવારે જયારે તે અંતિમ સંસ્કારમાં પહોંચી તો તેનો ભાઇ શહબાઝ તેને સંભાળતો જોવા મળ્યો હતો.

શહેનાઝ ગિલનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઇને કોઇની પણ આંખમાંથી આંસુ નીકળી જશે. આ વીડિયોમાં શહેનાઝ તેના ભાઇ શહબાઝ સાથે જોવા મળી રહી છે. શહેનાઝ જેવી શ્મશાન ઘાટના ગેટ પર પહોંચે છે કે તે સિદ્ધાર્થ સિદ્ધાર્થ બૂમો પાડતી એમ્બ્યુલેંસ તરફ ભાગે છે. જેમાં તેનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હોય છે.

શહેનાઝનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને જોયા બાદ યુઝર્સ કમેન્ટ કરતા શહેનાઝની હાલત પર દુખ જતાવી રહ્યા છે. બીજી બાજુ ચાહકો વિશ્વાસ નથી કરી શકતા કે હવે સિદ્ધાર્થ આ દુનિયામાં નથી રહ્યા.

Shah Jina