43 વર્ષ પહેલા શેર લઈને ભૂલી ગયો આ વ્યક્તિ, આજે થઈ ગયો 1148 કરોડનો માલિક

કહેવાય છે ને કે નસીબનું કોઈ છીનવી નથી શકતું, એનું એક તાજું ઉદાહરણ કેરળમાંથી સામે આવ્યું, 1978માં 3500 શેર ખરીદી ભૂલી ગયા..

તમે એ કહેવત સાંભળી હશે કે જ્યારે ઉપરવાળો આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આવું જ કંઇક કેરળના કોચીમાં રહેતા બાબુ જ્યોર્જ વાલવી સાથે થયું છે. બાબુ જ્યોર્જ લગભગ 43 વર્ષ પહેલા એક કંપનીના 3500 શેર ખરીદીને ભૂલી ગયા હતા. તાજેતરમાં, જ્યારે તેમણે આ શેરના સમાચાર લીધા, ત્યારે જાણવા મળ્યું કે તેમની કિંમત 1448 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

બાબુ જ્યોર્જનો દાવો છે કે તે કંપનીના શેરના વાસ્તવિક માલિક છે, અને કંપની તેને રકમ ચૂકવવાનો ઇનકાર કરી રહી છે. હવે તે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે ગયો છે અને તેને આશા છે કે તેને સેબી તરફથી ચોક્કસપણે ન્યાય મળશે.

રકમ એટલી છે કે કંપની પણ આશ્ચર્યચકિત : બાબુ જ્યોર્જ અને તેના પરિવારના સભ્યો હવે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે કંપનીના શેરના વાસ્તવિક માલિક છે, કારણ કે રકમ (રૂ.1488 કરોડ) એટલી વધારે છે, જેના કારણે કંપની તેમને પૈસા આપવા આનાકાની કરી રહી છે.

શું છે આખી ઘટના : સમાચાર એજન્સી અને અન્ય કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોચી સ્થિત બાબુ જ્યોર્જ વાલાવી અને તેના ચાર સંબંધીઓએ વર્ષ 1978 માં મેવાડ ઓઈલ અને જનરલ મિલ્સ લિમિટેડના 3500 શેર ખરીદ્યા હતા. તે સમયે તે ઉદયપુરમાં એક અનલિસ્ટેડ કંપની હતી.

હવે 74 વર્ષના બાબુ આ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર હતા. તેમણે 3500 શેર ખરીદ્યા હતા અને તે મુજબ તે કંપનીના 2.8% શેરહોલ્ડર બની ગયા હતા. કંપનીના સ્થાપક અને ચેરમેન પીપી સિંઘલ અને બાબુ મિત્રો હતા. કંપની અનલિસ્ટેડ હતી અને કોઈ ડિવિડન્ડ ચૂકવતી ન હતી, જેના કારણે આ પરિવાર થોડા વર્ષો પછી તેમના રોકાણ વિશે ભૂલી ગયો હતો.

image source

આ ખુલાસાથી હેરાન  : 2015 માં, જ્યારે બાબુ કેટલાક જૂના દસ્તાવેજોની તપાસ કરી રહ્યો હતો, ત્યારે તેને યાદ આવ્યું કે તેણે ઉદયપુરની એક કંપનીમાં રોકાણ કર્યું હતું. બાબુ પાસે મૂળ શેરના દસ્તાવેજો હતા અને તેણે શેર વિશે વધુ માહિતી ભેગી કરવાનો પ્રયાસ શરૂ કર્યો. બાબુને ખબર પડી કે મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડએ તેનું નામ બદલીને PI ઇન્ડસ્ટ્રીઝ રાખ્યું છે અને લિસ્ટેડ કંપની બની છે. બાબુને પણ ખબર પડી કે કંપની નફાકારક છે. PI ઇન્ડસ્ટ્રીઝે તેના બિઝનેસને રસાયણો અને જંતુનાશકોના ઉત્પાદનમાં વિસ્તૃત કર્યો છે અને હવે તેની માર્કેટ મૂડી લગભગ 50,000 કરોડ રૂપિયા છે.

બાબુએ તેના શેરને ડીમેટ એકાઉન્ટમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કર્યો અને એક એજન્સીનો સંપર્ક કર્યો. એજન્સીએ બાબુને સીધો કંપનીનો સંપર્ક કરવા કહ્યું. જ્યારે કંપની સાથે સીધો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે બાબુ અને તેનો પરિવાર ચોંકી ગયો હતો. હકીકતમાં, કંપનીએ એ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે બાબુ તેમાં કોઇ ભાગીદાર હતા. કંપનીનું કહેવું છે કે વર્ષ 1989 માં તેમના શેર બીજા કોઈને વેચવામાં આવ્યા હતા. બાબુનો આરોપ છે કે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે ડુપ્લિકેટ શેરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે તેના શેર બીજા કોઈને વેચ્યા હતા.

જ્યારે બાબુ અને તેના સંબંધીઓએ શેર ખરીદ્યા, ત્યારે તેમને કંપનીમાં 2.8 ટકા હિસ્સો મળ્યો, અને આ મુજબ પરિવારની માલિકી હવે 42.28 લાખ શેરમાં રૂપાંતરિત થઈ ગઈ છે. બાબુ એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા કે તેઓ હાલમાં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝમાં 42.8 લાખ શેર ધરાવે છે અને તેમના શેર બજાર ભાવ 1448 કરોડ રૂપિયા થઈ ગયા છે.

વર્ષ 2016 માં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે બાબુને મધ્યસ્થતા માટે દિલ્હી બોલાવ્યા પરંતુ બાબુએ ના પાડી દીધી. આ પછી, કંપનીએ બાબુના દસ્તાવેજોની તપાસ માટે બે ઉચ્ચ અધિકારીઓને કેરળ મોકલ્યા. આ પછી કંપનીએ સ્વીકાર્યું કે બાબુ સાથેના દસ્તાવેજો અસલી હતા પણ કોઈ કાર્યવાહી કરી નહીં. બાબુ આ બાબત સેબીમાં લઈ ગયા અને હવે સેબીએ તેના પર નિર્ણય લેવાનો છે.

 

YC