અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માટે પરિવાર સાથે જામનગર નીકળ્યો શાહરૂખ ખાન, બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો ‘પઠાણ’નો પરિવાર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો પ્રી-વેડિંગ ફેસ્ટિવલ આવતીકાલે એટલે કે 1 માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે પ્રી વેડિંગ ફંક્શન માટે બોલિવૂડના સ્ટાર્સ એક પછી એક જામનગર પહોંચી રહ્યા છે. વિદેશી સ્ટાર્સ પણ આ પ્રી-વેડિંગ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં ગ્લોબલ સિંગર રિહાનાનું નામ પણ સામેલ છે.
રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, સેલેબ્સ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા ગત રોજ જામનગર પહોંચ્યા હતા. જ્યારે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ ગઈકાલે રાત્રે જામનગર પહોંચ્યો હતો. આજે એટલે કે 29 ફેબ્રુઆરીએ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તેના પરિવાર સાથે જામનગર પહોંચી રહ્યા છે.
શાહરૂખ ખાન, પત્ની ગૌરી ખાન, પુત્રી સુહાના ખાન અને પુત્ર આર્યન ખાન અને અબરામ ખાન સાથે એરપોર્ટ પર સ્પોટ થયો હતો આ દરમિયાન બધા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર શાહરૂખનો વીડિયો આવતા જ વાયરલ થઇ ગયો.વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ક્રૂ મેમ્બર્સ સેલેબ્સ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરાયેલ ડ્રેસને સ્થળ પર લઈ જતા જોવા મળે છે.
View this post on Instagram
જણાવી દઇએ કે, જામનગર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ મહેમાનોનું ભવ્ય ગુજરાતી શૈલીના રાસ ગરબા સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અનંત અને રાધિકા મર્ચન્ટ્સના પ્રી-વેડિંગ માટે વૈશ્વિક નેતાઓ અને અનેક મોટા ઉદ્યોગપતિઓ પણ જામનગર પહોંચી રહ્યા છે.
View this post on Instagram
જેના કારણે VVIP મહેમાનોની સુરક્ષા માટે એરપોર્ટથી લઈને હોટલ અને રિલાયન્સ ટાઉનશીપ સુધી 900થી વધુ પોલીસકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 7 એસપી, 12 ડીએસપીનો પણ સમાવેશ થાય છે. ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલા બનાવવામાં આવ્યા છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ બંગલોમાં VIP અને VVIP મહેમાનો રોકાશે.
View this post on Instagram