કોણ છે આ 28 વર્ષનો યુવક, જેની દરેક વાત માને છે રતન ટાટા? એક આઈડિયાએ બદલી નાખી આ છોકરાની જિંદગી

એક આઈડિયાએ બદલી નાખી આ છોકરાની જિંદગી, અત્યારે રતન ટાટાના ખભા પર હાથ રાખીને ફરે છે

રતન ટાટાએ થોડા દિવસ પહેલા પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આમ પણ આ દિગ્ગજ ઉદ્યોગપતિ સાદાઈમાં રહેવામાં વિશ્વાસ રાખે છે. પરંતુ આ જન્મ દિવસે એક ખાસ વાતની બધાએ નોંધ લીધી. રતન ટાટાએ તેમનો બર્થ ડે એક નાના યુવાન સાથે ઉજવ્યો હતો. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે આખરે આ યુવક છે કોણ જે રતન ટાટાની આટલી નજીક છે.

ઘણીવાર આ યુવક રતન ટાટાના ખભે પણ હાથ મુકેલો જોવા મળશે. તો ચાલો જાણીએ તેમના વિશે. રતન ટાટા સાથે જોવા મળતો આ યુવક છે શાંતનું નાયડુ. આ યુવકે બિઝનેસની દુનિયામાં મોટા ઝંડા ગાળી દીધી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે રતન ટાટા જ્યારે કોઈ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે ત્યારે શાંતનુ તેમને બિઝનેસ ટિપ્સ આપે છે. તેમનો જન્મ 1993 પુણેમાં થયો હતો. તે એક જાણીતો બિઝનેસમેન, એન્જીનિયર, જૂનિયર આસિસ્ટેંટ,ડીજીએમ, સોશિયલ મીડિયો ઈન્ફ્લુએન્સર, લેખક છે. શાંતનુ ટાટા ટ્રસ્ટના ઉપ મહાપ્રબંધક તરીકે સમગ્ર દેશમાં જાણીતો છે.

શાંતનુ નાયડુએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી લીધી છે. તેમની પાંચ પેઢી ટાટા ગ્રુપ સાથે જોડાયેલી છે. તેમની લિંક્ડઈન પ્રોફાઈલ પ્રમાણે શાંતનુ જુન 2017થી ટાટા ગ્રુપ સાથે કામ કરી રહ્યા છે. એટલુ જ નહીં તેમણે ટાટા એલેક્સીમાં ડિઝાઈન એન્જિનિયર તરીકે પણ સેવા આપી છે.

આ યુવકનું સપનુ ત્યારે હકિકતમાં બદવાયું જયારે એક ફેસબુક પોસ્ટ બાદ રતન ટાટાએ તેમને મળવા માટે બોલાવ્યો. શાંતનુએ રખડતા કૂતરાઓ માટે રિફ્લેક્ટર(રાત્રે લાઈટિના પ્રકાશમાં ચમકતા) ડોગ કોલર વિશે ફેસબુક પર લખ્યું હતું જેથી રાત્રે ડ્રાઈવર તેને રસ્તા પર જોઈ શકે અને અકસ્માત ટાળી શકાય. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, વાત વધુ ફેલાઈ ગઈ અને ટાટા ન્યૂઝલેટરમાં અમારુ કામ છપાયું.

એક વિદ્યાર્થી ઓર્ગેનાઈઝર હોવાને કારણે શાંતનું પાસે તે સમયે આવા કોલર બનાવવા માટે પુરતા પૈસા નહોતા. તેથી તેમણે આ કોલર બનાવવા માટે બેઝ મટિરિયલ તરીકે ડેનિમ પેન્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ તેમણે ઘરે ઘરેથી આવા પેન્ટ ઉઘરાવ્યા. ત્યારબાદ તેમણે આવા 500 કોલર તૈયાર કરી કૂતરાઓને પહેરાવ્યા.

શાંતનુ દ્વારા બનાવેલા કોલર પહેરલા કૂતરાને રાત્રે સ્ટ્રીટ લાઈટ વિના પણ ડ્રાઈવરો જોઈ શકે છે. જેથી અકસ્માતની સંભવાના ઘટી જાય છે. આ કામની પ્રશંસા ઘણા લોકો દ્વારા કરવામાં આવી. ત્યારબાદ ટાટા ગ્રુપના એક સમાચાર પત્રમાં પણ તેની નોંધ લેવાઈ. જેના પર રતન ટાટાનું ધ્યાન પડ્યું અને શાંતનુને મળવા માટે બોલાવ્યો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે 2016માં શાંતનુ અમેરિકામાં કોર્નેલ યુનિવર્સિટીમાં એમબીએ કરવા ગયો હતો જ્યારે તેમણે પોતાની ડિગ્રી કમ્લિટ કરીને પરત આવ્યો ત્યારે તેમને ચેરમેન ઓફિસમાં ડેપ્યુટી જનરલ મેનેજરના પદ પર ટાટા ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવ્યો. શાંતનુ ઘણા ખાસ પ્રસંગોએ રતન ટાટા સાથે જ રહે છે.

YC