રાજકીય વિરોધોને બાજુ પર રાખીને આ દિગ્ગજ નેતા પણ આવ્યા હીરાબાના અંતિમ સંસ્કારમાં, સ્મશાનમાં PM મોદીના ખભે હાથ મૂકીને આપી સાંત્વના, જુઓ વીડિયો

આજ પ્રધાનમંત્રી મોદીના માતાજી હીરાબાનું 100 વર્ષની ઉંમરમાં નિધન થયું. બે દિવસ પહેલા જ તેમની તબિયત ખરાબ થતા તેમને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પીએમ મોદી તરત માતાના હાલચાલ જાણવા માટે પણ આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા પણ તેમની તબિયતમાં સુધારો હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે જ તેમના નિધનની ખબરથી દેશમાં શોકનો માહોલ ફરી વળ્યો.

ત્યારે પીએમ મોદીની માતાના નિધન પર વિરોધ પક્ષના નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. ઘણા બધા રાજકીય નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે, ત્યારે આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીજીના ભાઈ પંકજ મોદીના નિવાસસ્થાને પણ નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.

પીએમ મોદીના ભાઈ પંકજ મોદીના નિવાસ સ્થાનેથી હીરાબાની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં પીએમ મોદીએ અને તેમના ભાઈઓએ માતાની અર્થીને કાંધ આપી હતી અને સ્મશાન સુધી લઇ ગયા હતા. હીરાબાના અંતિમ સંસ્કાર સેક્ટર 30માં આવેલા સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા હતા. જ્યાં પણ રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા પણ હીરાબાને શ્રધાંજલિ આપવા માટે સ્મશાનગૃહમાં પહોંચ્યા હતા, ત્યારે તેમને પીએમ મોદીના ખભે હાથ મૂકીને સાંત્વના પણ પાઠવી હતી સાથે જ તેમની માતાના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે પીએમ મોદી તેમની માતાની સૌથી નજીક હતા. તેમના નિધન બાદ તેમને પણ ઊંડો આઘાત લાગ્યો છે. માતાના અંતિમ સંસ્કાર બાદ પીએમ મોદી દેશ માટેના પોતાના કર્તવ્યોનું પાલન કરવા માટે પણ નીકળી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel