ફલાઇટમાં મહિલા પર પેશાબ કરનારા આરોપી પર હવે લેવામાં આવ્યું મોટું એક્શન, 42 દિવસ બાદ કરવામાં આવી ધરપકડ, જાણો કોણ હતો એ

દેશભરમાંથી ઘણીવાર કેટલીક હેરાન કરી દેનારી ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા દિવસ પહેલા જ સામે આવેલી એક ઘટનાએ આખા દેશમાં ચકચારી મચાવી દીધી હતી. જેમાં 26 નવેમ્બરના રોજ એર ઇન્ડિયાની ફલાઇટ જે ન્યુયોર્કથી દિલ્હી આવી રહી હતી ત્યારે જ વિમાનના બિઝનેસ કલાસમાં મુસાફરી કરી રહેલી એક 70 વર્ષની મહિલા પર એક વ્યક્તિએ પેશાબ કરી દીધો હતો.

આ ઘટના બાદ મહિલાએ આરોપી વિરુદ્ધ આઇપીસી ધારા 354, 294, 509, 510 અંતર્ગત કેસ દાખલ કરાવ્યો હતો. ત્યારે હવે પોલીસ દ્વારા મહિલા પર પેશાબ કરનાર આરોપી શંકર મિશ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેને દિલ્હી પણ લાવવામાં આવ્યો છે. બેંગલુરુમાં દિલ્હી પોલીસે શંકર મિશ્રાનો આખી રાત પીછો કર્યો હતો. જેના બાદ સંજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની ધરપકડ કરવામાં આવી.

શંકરને ચિનપ્પા હોમ સ્ટેમાં રાખવામાં આવ્યો હતો. તેનું લાસ્ટ લોકેશન બેંગલુરુ હતું, જેના આધાર પાર તપાસ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર 35 વર્ષીય શંકર મિશ્રાનો મોબાઈલ બેંગલુરુમાં એક્ટિવ હતો. પરંતુ તેના બાદ તેને ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. બેગલુરૂ પહેલા ઘણી ટીમો દિલ્હી મોકલવામાં આવી હતી. પરંતુ ત્યાં તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

તો આ મામલે આરોપીના પિતાનું કહેવું છે કે તે ખુબ જ થાકેલો હતો. બે દિવસથી સુઈ નહોતો ગયો. ફ્લાઈટમાં તેને ડ્રિન્ક આપવામાં આવી, જેને પીને તે સુઈ ગયો. જયારે તે જાગ્યો ત્યારે એરલાઇન્સના સ્ટાફે તેમની પુછપરછ કરી. મારો દીકરો સભ્ય છે અને આવું કઈ કરી ના શકે. તો બીજી તરફ પોલીસે એર ઇન્ડિયાના સ્ટાફને શનિવાર સવારે 10.30 કલાકે બીજું સમન પણ મોકલ્યું છે. પહેલા શુક્રવારે એક નોટિસ રજૂ કરવામાં આવી હતી પરંતુ ત્યારે ફ્લાઇટનો સ્ટાફ હાજર નહોતો.

Niraj Patel