હોળાષ્ટકના એક દિવસ બાદ શનિ થશે ઉદય, આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન

હોળી પહેલા જ શનિદેવ કરશે આ 4 રાશિઓને માલામાલ, વરદાન મળ્યું બસ એવું જ સમજો, જુઓ કઈ કઈ રાશિ છે

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના સ્વામી કહેવામાં આવે છે. શનિનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. શનિ વ્યક્તિને તેમના સારા અને ખરાબ કર્મોનું ફળ આપે ચે. શનિની મહાદશાને ઘણી પ્રભાવશાળી માનવામાં આવે છે અને તેની શુભ-અશુભ બંને અસર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં રાશિચક્રમાં પરિવર્તન અને ગ્રહોના ઉદય અને અસ્ત થવાની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ન્યાયના દેવતા શનિ થોડા દિવસોમાં પોતાની ચાલ બદલવાના છે. 18 માર્ચે સવારે 7:49 કલાકે શનિદેવનો ઉદય કુંભ રાશિમાં થશે. જેનો 12 રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે. આ વર્ષે હોળાષ્ટક 17 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. જ્યોતિષીય ગણતરી મુજબ હોળાષ્ટકમાં શનિના ઉદયને કારણે કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ મળશે અને ભાગ્ય તેમના દરેક કામમાં સાથ આપશે. તો ચાલો જાણીએ…

મેષઃ શનિનો ઉદય મેષ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નોકરી-ધંધામાં પ્રગતિની તક મળશે. વેપારની સ્થિતિ મજબૂત થશે. શૈક્ષણિક કાર્યમાં તમને સુખદ પરિણામ મળશે. આવકના નવા સ્ત્રોત બનશે. ભૌતિક સુખ-સુવિધાઓ વધશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.

કન્યાઃ શનિના ઉદયને કારણે કન્યા રાશિના લોકોને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. જીવનના દરેક ક્ષેત્રમાં તમને ઈચ્છિત સફળતા મળશે. સરકારી કર્મચારીઓની બદલી થઈ શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના રહેશે. સંપત્તિ વધારવાની નવી તકો મળશે. પૈસા બચાવવાના નવા રસ્તાઓ દેખાશે.

તુલા: નોકરી અને વ્યવસાયમાં તમને મોટી સફળતા મળશે. આર્થિક પાસું મજબૂત રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ રહેશે. સખત મહેનતનું પરિણામ મળશે. લાંબા સમયથી અટકેલા કામ શરૂ થશે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થઈ શકે છે. વેપારમાં વિસ્તરણ થશે. પૈસા કમાવવાના નવા રસ્તાઓ બનશે.

ધનુ: તમારા કાર્યનું સકારાત્મક પરિણામ મળશે. શનિદેવની કૃપાથી કામમાં આવતા અવરોધો દૂર થશે. વેપારમાં આર્થિક લાભ થશે. સંપત્તિ વધારવાની નવી તકો મળશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina