હથેળીમાં રહેલું આ નિશાન બતાવે છે કેટલા પૈસાદાર બનશો તમે! આ રીતે કરો ચેક

હથેળીમાં રહેલું પર્વત નિશાન જણાવશે તમે કેટલી સંપત્તિના માલિક બનશો

જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહનું ખુબ મહત્વ છે, તેવી જ રીતે હસ્તરેખા શાસ્ત્રમાં પણ હથેળી પર શનિ પર્વત અને શનિ રેખાનું પણ ખુબ મહત્વ ગણવામાં આવે છે. હાથમાં શનિ પર્વત અને શનિ રેખા બતાવે છે કે વ્યક્તિનું જીવન, તેની આર્થિક સ્થિતિ અને કેરિયર કેવું રહેશે. તેમને જીવનમાં બહુ સંઘર્ષ કરવો પડશે કે પછી અપાર ધન સંપત્તિ મળશે. જો હથેળીમાં શનિ શુભ હોય તો જાતકને ખુભ માન સન્માન મળે છે. આ ઉપરાંત શનિ પર્વત પર બનેલા નિશાન પણ ભવિષ્યના બહુ મહત્વના સંકેત આપે છે.

શનિ પર્વત પર બનેલા નિશાનનું મહત્વ
હથેળીની વચ્ચેની આંગળી એટલે કે સૌથી મોટી આંગળીની નીચે શનિ પર્વત હોય છે. જો શનિ પર્વત સારી રીતે વિકસિત એટલે કે ઉભાર લેતો હોય તો તે રાશિના જાતક ખુબ ભાગ્યશાળી હોય છે. આવા લોકો મહેનતું પણ હોય છે અને નશીબ પણ તેનો સાથ આપે છે. તે પોતાના જીવનમાં ઉંચા શીખરો સર કરે છે.

શનિ પર્વત બહુ વધારે વિકસિત હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ખુબ પૈસા, વૈભવ અને ખ્યાતિ મેળવે છે. તે વ્યક્તિ જીવનમાં દરેક વસ્તુઓ પ્રાપ્ત કરે છે પરંતુ તેના લગ્ન જીવનમાં સમસ્યા રહેવાની શક્યતા રહે છે. આવા લોકો પોતાના કામકાજના કારણે પરિવારને સમય આપી શકતા નથી.

જો શનિ પર્વત પર ક્રોસ કે દ્વીપનું નિશાન હોય તો આવા જાતકો પોતાના જીવનમાં દુખ વેઠે છે. આવા લોકો તંગીમાં જીવન પસાર કરે છે. જો આવા લોકો મહેનતના કારણે કઈંક મેળવી પણ લેશે તો જીવનમાં ચડતી પડતીનો સામનો કરે છે. જે જાતકોના હાથમાં શનિની સ્થિતિ શુભ ન હોય તેમને શનિના કષ્ટોથી રાહત મેળવવા માટે ઉપાયો કરવા જોઈએ.

તેના માટે તેમણે શનિ મંત્રનો જાપ કરવો જોઈએ. શનિવારે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરો. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખો. ક્યારેય કોઈ ગરીબ માણસોની મજાક ન ઉડાવો. કોઈ વિધવા કે દિવ્યાંગ લોકોને હેરાન ન કરો. કોઈની પણ સાથે છેતરપિંડી ન કરો. પરાઈ સ્ત્રી કે પરાયા ધન પર નજર ન નાખો. શનિવારે શનિદેવની પૂજા કરો.

YC