જ્યોતિષમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિના રાશિ પરિવર્તનને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિની રાશિમાં પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ પર શનિની સાડેસાતી અને ઢૈયાની શરૂઆત થાય છે, જ્યારે કેટલીક રાશિઓ પર સમાપ્ત થાય છે. શનિ અઢી વર્ષે એકવાર પોતાની રાશિ બદલે છે. હાલમાં કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડેસાતી ચાલી રહી છે અને કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની ઢૈયા ચાલી રહી છે.
જ્યારે શનિદેવ 2025માં રાશિ પરિવર્તન કરશે ત્યારે શનિની સાડેસાતી મકર રાશિમાંથી દૂર થશે અને વૃશ્ચિક અને કર્ક રાશિના લોકોને શનિના પ્રભાવથી મુક્તિ મળશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઓછામાં ઓછા એક વખત શનિની સાડેસાતી અને ઢૈયાથી પ્રભાવિત થાય છે. 29 માર્ચ 2025ના રોજ શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તો ચાલો જાણીએ શનિની સાડેસાતી ક્યારે શરૂ થશે.
વૃષભ – 03 જૂન 2027 થી 13 જુલાઈ 2034
મિથુન – 08 ઓગસ્ટ 2029 થી 27 ઓગસ્ટ 2036
કર્ક – 31 મે 2032 થી 22 ઓક્ટોબર 2038
સિંહ રાશિ – 13 જુલાઈ 2034 થી 29 જાન્યુઆરી 2041
કન્યા – 27 ઓગસ્ટ 2036 થી 12 ડિસેમ્બર 2043
તુલા – 22 ઓક્ટોબર 2038 થી 08 ડિસેમ્બર 2046
વૃશ્ચિક – 28 જાન્યુઆરી 2041 થી 3 ડિસેમ્બર 2049
ધનુરાશિ – 12 ડિસેમ્બર 2043 થી 3 ડિસેમ્બર 2049
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)