ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં થયેલા એક શાહી લગ્નનો વીડિયો હાલમાં ઈન્ટરનેટ યુઝર્સમાં ચર્ચાનો વિષય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લગ્નમાં પરિવારના સભ્યોએ લગ્નના વરઘોડા દરમિયાન દુલ્હા પર 20 લાખ રૂપિયાનો વરસાદ કર્યો હતો. વીડિયો ક્લિપમાં લોકો ઘરના ધાબા અને JCB પર ચઢીને ચલણી નોટો ઉડાવતા જોઈ શકાય છે. વીડિયો જોયા બાદ લોકોએ કહ્યું- EDના દરોડા કન્ફર્મ!
લગ્નએ દરેક વ્યક્તિના જીવનની યાદગાર ક્ષણ હોય છે. તેને ખાસ બનાવવા માટે ઘર, પરિવાર, મિત્રો અને સંબંધીઓ દરેક હાજર રહે છે. પરંતુ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં લગ્નના વરઘોડા દરમિયાન પરિવારના સભ્યોએ વરરાજા માટે કંઈક આવું કર્યું. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લોકો ઘરના ત્રીજા માળેથી વરરાજા પર ચલણી નોટો ફેંકતા જોવા મળે છે. વીડિયો પોસ્ટ કરનાર યુઝરના દાવા મુજબ પરિવારના સભ્યોએ આ લગ્નમાં લગભગ 20 લાખ રૂપિયાની કરન્સી ઉડાવી દીધી છે. લગ્નના વરઘોડામાં રૂ.100, 200 અને 500 રૂપિયાની નોટો એવી રીતે ઉડાવી રહ્યા છે કે જાણે પૈસા નહીં પણ પાણી હોય. આ રોમાંચક ક્ષણને કેમેરામાં કેદ કરવામાં આવી હતી. જેના પર હવે યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
X પર આ વીડિયો @sanjayjourno યુઝરે પોસ્ટ કરતાં લખ્યું કે, સિદ્ધાર્થનગરમાં જાન પર લુંટાવી દીધા અંદાજે 20 લાખ! ઘરની છત પરથી જાન પર નોટોનો વરસાદ જોઈને ત્યાં હાજર કેટલાક લોકો પણ પૈસા લૂંટવા લાગે છે. આ વીડિયો દેવળવા ગામના રહેવાસી અફઝલ અને અરમાનના લગ્નનો જણાવવામાં આવી રહ્યો છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વ્યૂઝ અને સેંકડો લાઈક્સ મળી ચૂક્યા છે. ઈન્ટરનેટ યુઝર્સે પણ આ રોમાંચક ઘટના પર જોરદાર કોમેન્ટ કરી છે.
આપણને આવી જાનમાં કેમ નથી બોલાવતા
લગ્નમાં લાખો ખર્ચવાની આ ઘટના પર યુઝર્સ કમેન્ટ સેક્શનમાં ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, કોઈ આવી જાનમાં કેમ આમંત્રણ નથી આપતું? ઘણા પૈસા ભેગા થઈ જાત. બીજાએ લખ્યું કે આટલા પૈસા ખર્ચવા માટે હિંમત જોઈએ, જો તમને મળ્યા હોત તો તમે પણ તેમના વખાણ કરતા હોત. ત્રીજાએ કહ્યું કે સૌથી પહેલા આવકવેરા વિભાગે તપાસ કરવી જોઈએ કે તેમની આવકનો સ્ત્રોત શું છે?
सिद्धार्थनगर में बारात पर लुटा दिए करीब बीस लाख। छत और जेसीबी पर चढ़कर नोटों की गड्डी उड़ाने का वीडियो वायरल। लड़के के घर वाले सौ, दो सौ रुपए से लेकर पाँच सौ के नोटों को कागज की तरह हवा में उड़ाते हुए नजर आए। देवलहवा गांव के निवासी अफजाल और अरमान की शादी का बताया जा रहा है वायरल… pic.twitter.com/HZctNgHOBN
— SANJAY TRIPATHI (@sanjayjourno) November 19, 2024