શનિ જયંતિ 2026: શનિદેવની આ 3 પ્રિય રાશિઓનો શરૂ થયો સુવર્ણ સમય, ચારેકોરથી થશે ધનવર્ષા!

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મોના ફળ આપનારા માનવામાં આવે છે. આજે શનિ જયંતી, શનિવાર અને અમાસનો ત્રિવેણી સંયોગ રચાયો છે, જે ખૂબ જ દુર્લભ અને મહત્વપૂર્ણ છે. આજના દિવસે પૂજા-અર્ચના કરવાથી શનિદોષ, સાડા સાતી અને ઢૈય્યાના પ્રભાવમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, શનિદેવની કેટલીક પ્રિય રાશિઓ છે, જેમના માટે આજથી સુવર્ણ સમય (Golden Period) શરૂ થવા જઈ રહ્યો છે.

 

૧. તુલા રાશિ (Libra)

  • શનિની સ્થિતિ: તુલા રાશિમાં શનિ ઉચ્ચ સ્થાને હોય છે અને ખૂબ જ શક્તિશાળી ગણાય છે.

  • લાભ: આ રાશિના લોકો ન્યાયપ્રિય અને સમજી-વિચારીને નિર્ણય લેનારા હોય છે. તેમને સફળતા થોડી મોડી મળે છે પરંતુ તે કાયમી હોય છે. કાયદા, પ્રશાસન, મેનેજમેન્ટ અને વેપારમાં તેઓ મોટું નામ કમાય છે.

૨. મકર રાશિ (Capricorn)

  • શનિની સ્થિતિ: મકર રાશિના સ્વામી ખુદ શનિદેવ છે, તેથી આ રાશિ પર તેમનો વિશેષ પ્રભાવ રહે છે.

  • લાભ: જીવનના શરૂઆતના ૩૦ વર્ષ સુધી સંઘર્ષ રહે છે, પરંતુ ત્યારબાદ અચાનક ભાગ્યોદય થાય છે. કરિયરમાં સ્થિરતા આવે છે અને તેઓ અઢળક પૈસા, સન્માન તેમજ સફળતા મેળવે છે.

૩. કુંભ રાશિ (Aquarius)

  • શનિની સ્થિતિ: કુંભ રાશિ એ શનિની ‘મૂળ ત્રિકોણ’ રાશિ છે, જ્યાં તેમનો પ્રભાવ સંતુલિત અને સ્થિર રહે છે.

  • લાભ: આ રાશિના જાતકો દૂરંદર્શી અને રિસર્ચ ક્ષેત્રે આગળ પડતા હોય છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેઓ હિંમત હારતા નથી. સમય જતાં તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બને છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવનો અસલ સકારાત્મક પ્રભાવ ૩૦ વર્ષની ઉંમર બાદ વધુ જોવા મળે છે. શનિદેવની કૃપા મેળવવા માટે જીવનમાં પ્રામાણિકતા, અનુશાસન અને સતત મહેનત અનિવાર્ય છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

શનિ નક્ષત્ર ગોચર 2026: આવતીકાલથી શનિ દેવ રેવતી નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે મોટો ધનલાભ

Next Article

29 જૂને સર્જાશે મહાશુભ 'લાભ દ્રષ્ટિ રાજયોગ': આ 4 રાશિઓનું નસીબ ચમકશે, થશે અઢળક કમાણી

error: Unable To Copy Protected Content!