શનિદેવની ક્રૂર દ્રષ્ટિ છતાં આ રાશિઓ પર થશે ધનવર્ષા, અટકેલા કામોમાં મળશે મોટી સફળતા, ખુલી જશે પ્રગતિના દ્વાર

સામાન્ય રીતે શનિની સાડાસાતીનું નામ સાંભળતા જ લોકોમાં ફાળ પડે છે, કારણ કે તેને કષ્ટ અને સંઘર્ષનો પર્યાય માનવામાં આવે છે. પરંતુ આગામી વર્ષ 2026 એક મોટું પરિવર્તન લઈને આવી રહ્યું છે. 17 જાન્યુઆરી 2026ના રોજ ગ્રહોની સ્થિતિમાં થનારો ફેરફાર કેટલીક રાશિઓ માટે ‘ભાગ્યોદય’ સમાન રહેશે. જે શનિ સામાન્ય રીતે આર્થિક અને માનસિક તણાવ આપે છે, તે જ શનિ આ ખાસ સંયોગમાં અમુક જાતકો માટે પ્રગતિના દ્વાર ખોલશે.શનિવારના રોજ સવારે 10:27 કલાકે બુધનું મકર રાશિમાં ગમન જ્યોતિષીય જગતમાં મોટી હલચલ મચાવશે.

મકરમાં સૂર્ય અને શુક્ર પહેલેથી જ હાજર હોવાથી, બુધના પ્રવેશ સાથે ત્રિગ્રહી યુતિ સર્જાશે. સામાન્ય રીતે શનિની સાડાસાતી સંઘર્ષ લાવે છે, પરંતુ 2026માં સ્થિતિ અલગ હશે. જ્યોતિષીય ગણતરી મુજબ, મેષ, કુંભ અને મીન રાશિના જાતકો અત્યારે શનિના પ્રભાવ હેઠળ છે. તેમ છતાં, મકર રાશિમાં રચાતા શક્તિશાળી રાજયોગો (બુધાદિત્ય, લક્ષ્મી નારાયણ અને પંચ મહાપુરુષ) આ ત્રણેય રાશિઓ માટે ‘સંકટમોચક’ સાબિત થશે. આ ગ્રહદશાને કારણે તેમને મુશ્કેલીઓના બદલે કરિયરમાં પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિના ઉત્તમ અવસરો પ્રાપ્ત થશે.

મેષ રાશિ: મેષ રાશિના જાતકો માટે આગામી સમય ‘કર્મ પ્રધાન’ રહેશે. દસમા ભાવમાં ગ્રહોની શુભતાને કારણે અટકેલા કાર્યો પૂર્ણ થશે અને સરકારી બાબતોમાં સફળતા મળશે. જોકે, કામનું દબાણ થોડો તણાવ લાવી શકે છે, પરંતુ આર્થિક અને સામાજિક રીતે આ સમયગાળો પ્રગતિશીલ અને લાભદાયી સાબિત થશે. જૂની મુશ્કેલીઓનો અંત આવશે.

કુંભ રાશિ: કુંભ રાશિના જાતકો માટે ગ્રહોની આ યુતિ બારમા ભાવમાં થઈ રહી છે. સામાન્ય રીતે આ ભાવ ખર્ચનો ગણાય છે, પરંતુ શુભ ગ્રહોની હાજરી તેને લાભદાયી બનાવશે.લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને ચિંતાઓનો અંત આવશે, જેનાથી મન પ્રફુલ્લિત રહેશે.ભૌતિક સુખ-સુવિધાઓ અને સાધનોમાં વધારો થશે. જીવનધોરણમાં સુધારો જોવા મળશે.તમારા નાણાં કોઈ ધાર્મિક કાર્ય, સામાજિક પ્રસંગ કે તીર્થયાત્રા પાછળ ખર્ચાય તેવા મજબૂત યોગ છે.કિસ્મતનો પૂરો સાથ મળવાથી અટકેલા કામો વેગ પકડશે.

મીન રાશિ: મીન રાશિના જાતકો માટે કુંડળીના 11મા ભાવમાં આ યુતિ રચાઈ રહી છે. જ્યોતિષમાં આ ભાવને આવક અને ઈચ્છા પૂર્તિનો ભાવ માનવામાં આવે છે,આ સમયગાળા દરમિયાન તમને અણધાર્યો અને વિશેષ ધનલાભ થવાના પ્રબળ યોગ છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સુદ્રઢ બનશે.તમારી એવી મનોકામનાઓ કે જે લાંબા સમયથી અધૂરી હતી, તે હવે પૂર્ણ થવા જઈ રહી છે.સામાજિક વર્તુળ વધશે અને મિત્રો તરફથી તમને દરેક ડગલે મહત્વનો સહકાર અને લાભ મળશે.પ્રોફેશનલ લાઈફમાં પ્રગતિના નવા અવસરો મળશે, જે તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Devarsh
error: Unable To Copy Protected Content!