સ્મૃતિ ઇરાનીએ શંખ વગાડી કર્યુ જમાઇરાજાનું સ્વાગત, સામે આવી સ્મૃતિ ઇરાની દીકરીના શાહી અને ભવ્ય લગ્નની તસવીરો

પૂર્વ ટીવી સ્ટાર સ્મૃતિ ઇરાનીની દીકરી શનેલ ઇરાની લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. અર્જુન ભલ્લા સાથે શનેલ સાત ફેરા લઇ ચૂકી છે. રાજસ્થાનના નાગૌરના ખીંવસર ફોર્ટમાં બંનેએ શાહી લગ્ન કર્યા હતા. ત્યારે હવે લગ્ન બાદ શનેલ અને અર્જુનની તસવીર સામે આવી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. લગ્નની રસ્મોની શરૂઆત સ્મૃતિ ઇરાનીએ શંખ વગાડી કરી હતી.

આ લગ્નમાં બંને પરિવારના કેટલાક જ મહેમાન સામેલ થયા હતા. અર્જુન અને શનેલના આ શાહી લગ્નમાં મહેમાનોનું સ્વાગત રાજસ્થાનના પારંપારિક રીતિ-રિવાજ સાથે કરવામાં આવ્યુ હતુ. શાહી અંદાજમાં અર્જુનની જાન ખીંવસર ફોર્ટની અંદર નીકાળવામાં આવી. સ્મૃતિ ઇરાનીએ જમાઇનું જોરદાર સ્વાગત કર્યુ હતુ, ફોર્ટમાં આ દરમિયાન ખૂબ આતિશબાજી પણ થઇ હતી.

ઘણી બધી વિન્ટેજ કારો પણ જોવા મળી હતી. અર્જુન અને શનેલ માટે ફોર્ટમાં એક વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં બંને ફેરા ફર્યા હતા અને જન્મોજન્મના બંધનમાં બંધાયા હતા. લુકની વાત કરીએ તો, અર્જુન ભલ્લા ઓફ વ્હાઇટ શેરવાની સાથે રેડ પર્લ નેકપીસ અને રેડ સાફામાં જોવા મળ્યો હતો.

ત્યાં શનેલે રેડ હેવી વર્કવાળો લહેંગો પહેર્યો હતો અને આ સાથે ગોલ્ડન કલીરે અને લાલ ચૂડો પહેર્યો હતો. ખીંવસર ફોર્ટમાં યોજાયેલ આ શાહી લગ્ન ઘણા પ્રાઇવેટ રહ્યા હતા અને રીપોર્ટ્સ અનુસાર, હાઇ સિક્યોરિટી સાથે સાથે નો ફોન પોલિસી પણ હતી. જાણકારી અનુસાર, આ લગ્નમાં માત્ર 70 જેટલા મહેમાનો જ સામેલ થયા હતા.

સ્મૃતિ ઇરાનીએ કોઇ પણ VIP વ્યક્તિને લગ્ન માટે આમંત્રિત કર્યા નહોતા. લગ્નનો ઉત્સવ 7 ફેબ્રુઆરીથી લઇને ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો, જેમાં મહેંદી, હલ્દી અને સંગીત સેરેમની યોજાઇ હતી. જણાવી દઇએ કે, કપલે 2021માં સગાઇ કરી હતી,

જેની ઝલક સ્મૃતિ ઇરાનીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સ્મૃતિ ઇરાનીની દીકરી શનેલ એક વકીલ છે, જોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટર વોશિંગ્ટન ડીસીની તે સ્ટુડન્ટ રહી છે.

Shah Jina