ક્રિકેટર વોર્નના મૃત્યુને લઈને થયો ચોંકાવનારો ખુલાસો: મસાજની મજા આપતી યુવતીએ રૂમમાં શું-શું થયું એ રાઝ ખોલ્યું

શેન વોર્ને ૪ માર્ચે મૃત્યુ થયું હતું તેની પહેલાં 4 થાઈલેન્ડની સુંદર સ્ત્રીઓ પાસે મસાજની મજા માણી હતી. તેવામાં હવે ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ થાઈલેન્ડની પોલીસે 4 સ્ત્રીઓમાંથી એક મસાજ ગર્લ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન બોવીએ મસાજની મજા આપતા પહેલા અને પછીની તમામ સ્થિતિ જણાવી હતી.

એટલું જ નહીં વિલાના CCTV ફુટેજ પરથી પણ શેન વોર્ને બપોરે ત્યાં શું કર્યું હતું એ અંગે માહિતી આપી છે. વળી બીજી બાજુ વિલા અને રિસોર્ટના સ્ટાફે અહીં ભૂત પ્રેત થતા હોવાથી લઈ અન્ય અનુભવો વિશે જણાવ્યું હતું.

ત્યાતની લોકલ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, થાઈલેન્ડમાં વૈભવી વીલમાં ગત અઠવાડિયે એક આઈલેન્ડ ઉપર ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શેન વોર્નનું નિધન થયું હતું. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, શેન વોર્નનું નિધન કુદરતી રીતે થયું હતું. દિગ્ગજ ક્રિકેટરના પરિવારને રિપોર્ટ અંગે જણાવી દેવામાં આવ્યું છે,

અને તેઓએ રિપોર્ટમાં જે કારણ જણાવવામાં આવ્યા છે તેને સ્વીકારી લીધા છે. ડેપ્યુટી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, શેન વોર્નના મૃતદહેને પરિવારને પરત સોંપવા માટે તેમના નશ્વર દેહને ઓસ્ટ્રેલિયન કાઉન્સિલરના અધિકારીઓને સોંપવામાં આવશે. આ ક્રિકેટરનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હોવાનું શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું.

શેન વોર્ન જ્યારે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા ત્યારે તેમના મિત્રોએ 20 મિનિટ સુધી તેઓને સીપીઆર આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા રીપોર્ટસ નુસાર ક્રિકેટર થાઈલેન્ડના જે રિસોર્ટમાં રોકાયો હતો ત્યાંના CCTV ફૂટેજથી ખ્યાલ આવ્યો કે તે અને તેના મિત્રોને મસાજ કરવા માટે ચાર થાઈ મહિલાઓ આવી હતી.

CCTV વીડિયોમાં જે મસાજ વળી સ્ત્રી હતી તેનું નિકનેમ બાવી છે. તેણીએ મીડિયા ડેઈલી મેઈલના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમે બપોરે 1.53 વાગ્યે મસાજ કરવા પહોંચ્યા હતા પછી 2.58 સુધી વોર્નને બોડી મસાજ આપી અમે પરત આવી ગયા હતા. આ સમયે ક્રિકેટર ઘણા ખુશ હતા અને તેમની તબિયત પણ સારી હતી.

તેણીએ વધુમાં જણાવ્યું છે કે સૌથી પહેલા ક્રિકેટર વોર્ને અમને આવકાર્યા અને તેઓ હળવા મૂડમાં હતા. ત્યાર બાદ તેઓ મસાજની મજા લેવા માટે ટોવેલ પહેરી બેડ પર સુઈ ગયા હતા. અહીંથી મારી ટીમે તેમને સૌથી પહેલા બેક મસાજ આપવાનું શરૂ કર્યું હતું. અમારા મસાજથી વોર્ન પણ ઘણા ખુશ થઈ ગયા અને અમને સારી એવી ટીપ આપશે એવી વાત પણ કરી હતી.

બોવીએ કહ્યું કે અમે લગભગ 1 કલાક સુધી ક્રિકેટરને મસાજ કર્યું હતું. તે સામાને ક્રિકેટર મસ્તી-મજાકના મૂડમાં હતા. અમારી સાથે તેમણે ઘણી વાતો કરી અને તેમની તબિયત પણ ઘણી સારી હતી. અમારી ટીમે જ્યારથી બેક મસાજ આપવાનું શરૂ કર્યું ત્યારથી તેઓ હળવા મૂડમાં હતા. અમને જરાય પણ લાગ્યું નહીં કે તેમને કાંઈ થઇ પણ શકે છે એટલું જ નહીં થાઈલેન્ડની મસાજ ગર્લે પોલીસને વધુમાં જણાવ્યું કે એક કલાક સુધી ચાલેલા મસાજ પછી શેન વોર્ને અમને સારી એવી રકમ ટીપ તરીકે આપી હતી.

YC