મનોરંજન

ડિનર ડેટ પર નીકળી પડી રાજ કુન્દ્રાની સાળી શમિતા શેટ્ટી અને રાકેશ બાપત, એક-બીજાનો હાથ પકડેલા નજર આવ્યા કપલ

રાકેશ સાથે રાજની સુંદર સાળી શમિતા શેટ્ટીની ડિનર ડેટ, કપલે બાહોમાં બાહો રાખી આપ્યા આવા પોઝ

રિયાલિટી શો “બિગબોસ”માં ઘણીવાર એવું બન્યુ છે કેટલાક કંટેસ્ટેંટ એકબીજાના પ્રેમમાં પડ્યા હોય. આવું જ કંઈક “બિગબોસ ઓટીટી”ના કંટેસ્ટેંટ રાકેશ બાપત અને શમિતા શેટ્ટી સાથે થયુ છે. શો દરમિયાન તેઓ કયારેક ઝઘડતા જોવા મળ્યો તો કયારેક તેઓ વચ્ચે નજીકતા જોવા મળી, તેઓનો શો દરમિયાન રોમાન્સ પણ જોવા મળ્યો હતો. બંનેએ શોમાં ખુલીને એકબીજા માટે પ્રેમ જતાવ્યો હતો અને ઇચ્છા જતાવી હતી કે શો બહાર પણ તેઓ તેમના વચ્ચેનું કનેક્શન કાયમ રાખવા માંગે છે.

ચાહકોએ તો આ જોડીને પ્રેમથી ShaRa” પણ બોલાવવાનું શરૂ કરી દીધુ છે. હવે શો ખત્મ થઇ ગયો છે ત્યારે રાકેશ અને શમિતા એકબીજા સાથે સમય વીતાવી રહ્યા છે. શુક્રવારે રાત્રે આ કપલને ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આની ઝલક તેમણે તેમણે તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં પણ આપી છે.

શમિતા અને રાકેશ બંનેએ તેમના ડિનર ડેટની ઝલક ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કરી છે. જેમાં તે બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે. આ તસવીર પર હાર્ટ ઇમોજી શેર કરી લખ્યુ છે કે, તુ અને હું #ShaRa. બંનેએ તેમના પાક્કા સંબંધને જતાવવા માટે શોની અંદર પણ કોઇ કસર છોડી ન હતી. હવે શો બહાર પણ તેમનું આ રિલેશન વધુ મજબૂત નજર આવા રહ્યુ છે.

રાકેશ અને શમિતા બહેન શિલ્પા શેટ્ટીના વર્લી સ્થિત રેસ્ટોરન્ટ Bastian પહોચ્યા હતા. જયાં આ જોડીએ તેમની તસવીરો પણ ક્લિક કરાવી હતી અને પેપરાજીને પોઝ પણ આપ્યા હતા. રાકેશ અને શમિતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

લુકની વાત કરીએ તો, શમિતાએ સ્લીવલેસ ક્રોપ ટોપ સાથે મેચિંગ પૈંસિલ સ્કર્ટમાં સ્ટનિંગ લાગી રહી હતી. મિનિમલ મેકઅપ બેબી પિંક લિપ્સ તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યા હતા. ત્યાં રાકેશ બ્લેક ફોર્મલ શર્ટ અને રિપ્ડ જીન્સમાં હૈંડસમ લાગી રહ્યા હતા. આ દરમિયાન રાકેશ અને શમિતાએ એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા.

જણાવી દઇએ કે, શમિતા “બિગબોસ 15″ના કન્ફર્મ સભ્યમાંના એક છે. શમિતાા જલ્દી જ આ શો અંદર હશે. શોના પાંચ કંફર્મ કંટેસ્ટેંટમાં બિગબોસ ઓટીટીના ફાઇનલિસ્ટ રહેલ પ્રતિક સહજપાલ, શમિતા શેટ્ટી, કોરિયાગ્રાફર નિશઆંત ભટ્ટ, ઉમર રિયાઝ, ડોનલ બિષ્ટએ ટીવી સ્ક્રીન પર પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. 2 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલ શોની થીમ આ વખતે ‘જંગલ મેં સંકટ’ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)