જીજુ રાજ કુંદ્રાને કારણે શમિતા શેટ્ટીને યુઝર્સ દ્વારા ખરાબ રીતે કરવામાં આવી હતી ટ્રોલ, હવે શમિતાએ આ મામલે તોડી ચુપ્પી અને કહ્યુ…

જીજુ રાજ કુંદ્રા મામલે નામ ખેંચાવવા પર છલકાયુ શમિતા શેટ્ટીનું દર્દ, કહ્યુ- કંઇ લેવા-દેવા…

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની કેટલાક મહીના પહેલા ગંદી ફિલ્મો બનાવવા અને અપલોડ કરવા મામલે ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તેઓ 2 મહીના બાદ જેલથી બહાર આવી ગયા હતા. રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો હતો.

રાજ કુંદ્રાની સાળી અને અભિનેત્રી શમિતા શેટ્ટી પર લોકોએ ઘણુ નિશાન સાધ્યુ હતુ. જીજુ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શમિતા “બિગબોસ ઓટીટી”નો ભાગ બની હતી. શમિતાને બિગબોસમાં  જોઇ લોકોએ ઘણી ટ્રોલ કરી હતી. તેમનું કહેવુ હતુ કે, મુશ્કેલીના સમયમાં શમિતા શિલ્પા અને તેના પરિવારને એકલા મૂકીને આવી ગઇ. ત્યારે હવે શમિતા શેટ્ટીએ આ મામલે ચુપ્પી તોડી છે.

શમિતા શેટ્ટીએ બોલિવુડ બબલને આપેલ ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, બિગબોસ ઓટીટી માટે તે કમિટમેંટ પહેલા જ કરી ચૂકી હતી. રાજ કુંદ્રા મામલા બાદ તે ફરી નહિ અને બિગબોસનો ભાગ બની. શિલ્પા શેટ્ટીએ કહ્યુ કે, મુશ્કેલ સમયમાં લોકોને કામ નથી મળી રહ્યુ અને કેટલાક લોકોનું કામ છૂટી રહ્યુ છે તો ઘરમાં બંધ થવાના પૈસા કોણ આપે છે. જો કે, તેણે કહ્યુ કે, તેના માટે પહેલા બિગબોસ ઓટીટી થોડુ મુશ્કેલ હતુ કારણ કે રાજ કુંદ્રા મામલાને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી હતી.

શમિતાએ કહ્યુ હતુ કે, તેને આ મામલે કંઇ લેવા-દેવા ન હતુ તો પણ તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી. બિગબોસ જોઇનને લઇને શમિતાના પરિવારે પણ એક પોઇન્ટ પર કહ્યુ કે, તે પોતાને તે ઘરમાં લોક કરી લે અને તે જ સારુ રહેશે. અભિનેત્રી અનુસાર, શોનું કમિટમેંટ પહેલા જ  થઇ ગયુ હતુ અને એવામાં તે વસ્તુઓ થઇ. તેને કારણે તે બેક ઓફ કરવા માંગતી ન હતી. તે તેના શબ્દો પર કાયમ રહી આગળ વધવા માંગતી હતી.

બિગબોસ ઓટીટીમાં રાકેશ બાપત સાથે તેની કેમેસ્ટ્રી ઘણી ચર્ચામાં રહી હતી. શો ખત્મ થયા બાદ બંને લંચ અને ડિનર ડેટ પર પણ નજર આવ્યા હતા. પેપરાજીએ પણ તેમના કેમેરામાં આ ક્યુટ કપલની તસવીરો કેદ કરી હતી. અહીં સુધી કે રાકેશ બાપતે શમિતા શેટ્ટીની બહેન શિલ્પા શેટ્ટી અને માતા સાથે પણ મુલાકાત કરી હતી.

શમિતા શેટ્ટી ત્રીજીવાર બિગબોસનો ભાગ બની છે. પહેલીવાર  “બિગબોસ 3″માં શિલ્પા અને રાજના લગ્નને કારણે તેણે શો વચ્ચેથી જ છોડી દીધો હતો. બીજીવાર તે  “બિગબોસ ઓટીટી”નો પાર્ટ બની અને ત્રીજીવાર તચે હવે ટેલીકાસ્ટ થઇ રહેલ “બિગબોસ 15″નો ભાગ છે. જણાવી દઇએ કે, બિગબોસ 15માં ગયા પહેલા રાકેશ બાપતે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી શમિતાને શુભકામના આપી હતી.

Shah Jina