મનોરંજન

લગ્નની સીઝન વચ્ચે બોલીવુડના આ ખ્યાતનામ ગાયિકાએ પોતાના જ ઘરમાં ફરી લીધા લગ્નના ફેરા, જુઓ લગ્નની તસવીરો

બોલીવુડની પ્રખ્યાત સિંગર શામલીએ ફરહાન શેખ જોડે લગ્ન કર્યા…જુઓ PHOTOS

દેશભરમાં લગ્નની સીઝન શરૂ થઇ ગઈ છે, સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. બોલીવુડમાંથી પણ ઘણા સેલેબ્સના લગ્નની ખબર આવી રહી છે, ત્યારે હાલ મળતી ખબર પ્રમાણે બોલીવુડના એક ખ્યાતનામ ગાયિકાએ પોતાના જ ઘરની અંદર લગ્નના ફેરા ફરી લીધા છે.

લગ્નની આ સિઝનમાં પ્રખ્યાત ગાયિકા શામલીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ફરહાન શેખ સાથે લગ્ન કર્યા છે. જ્યારે એક તરફ તમામ સેલેબ્સના લગ્ન ચર્ચામાં છે, ત્યારે શામલીએ તેના બોયફ્રેન્ડ સાથે તેના ઘરે ખાનગીમાં સાત ફેરા લીધા છે.

શામલી અને ફરહાને ઘરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. શામલીની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તેમના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયામાં તેમની તસવીરો વાયરલ થવાની સાથે જ ચાહકો પણ તેમને શુભકામનાઓ આપવામાં ગયા છે. આ ઉપરાંત આ કપલની એક કિસ કરતી તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

તમામ દેખાડાથી દૂર આ બંનેએ પોતાના ઘરમાં જ પરિવારની હાજરીમાં જ એક બીજા સાથે લગ્નના સાત ફેરા ફરી લીધા હતા. તેમના લગ્નની ખાસ વાત તો એ પણ હતી કે તેમના લગ્નના કપડાં પણ ખુબ જ સાદગી ભરેલા હતા.

તેમના લગ્ન દરમિયાન શામલી ખોલગડે નારંગી રંગની સિમ્પલ સાડીમાં જોવા મળે છે, જ્યારે ફરહાન શેખ પણ મેચિંગ ઓરેન્જ કલરના કુર્તા પાયજામામાં જોવા મળે છે. તો તેમના ગળાની અંદર ફોટો વાળી વરમાળા જોવા મળી રહી છે.