રસોડામાં ગીત ગાઈને ફેમસ થનારી યુવતીએ ફરી એકવાર મચાવી ધૂમ, સહેલીના હાથમાં મહેંદી લગાવતા ‘મેરે હમસફર’ સોન્ગ ગાઈને લોકોને કર્યા દીવાના

પોતાની સુરીલી અવાજથી ફેમસ થનારી શાલિની દુબેએ ‘મેરે હમસફર’ ગીત ગાઈને મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને દરેક રોજ કંઈકને કંઈક નવું જોવા અને જાણવા ચોક્કસ મળી જાય છે. આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા દ્વારા ખુબ ફેમસ થઇ રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા મારફતે પોતાના ટેલેન્ટને બહાર લાવી રહ્યા છે જેથી તે દુનિયાના દરેક લોકો સુધી પહોંચી શકે.અમુક દિવસો પહેલા જ શાલિની દુબે નામની યુવતીએ પોતાના સુરીલા અવાજથી લોકોને ખુબ પ્રભાવીત કર્યા હતા. પસુરી સોન્ગના ઘણા વર્ઝનમાંથી  શાલિનીના વર્ઝનને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું.

જેના બાદ શાલિનીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. એવામાં હવે એકવાર ફરીથી શાલિનીનો નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અન્ય એક યુવતી સાથે ‘મેરે હમસફર’ ગીત ગાઈ રહી છે. આ વીડિયોમાં શાલિની કિચનમાં કામ કરતા-કરતા નહિ પણ સામે બેઠેલી અન્ય યુવતીને હાથમાં મહેંદી લગાવતા આ ગીત ગાઈ રહી છે. બંને એકબીજા સાથે તાલ મિલાવીને સૂરીલી અવાજમાં મેરે હમસફરના ટાઇટલ સોન્ગને ગાઈ રહી છે, અને આ ગીત પણ હાલ સોશિયલ મીડિયા પર ખુબ ટ્રેન્ડિંગમાં છે.

બંને યુવતીઓએ મુશ્કિલ સુરને એકદમ સહેલાઈથી તાલ આપ્યો કે લોકો સિગિંગના એકવાર ફરીથી ચાહક બની ગયા છે. શાલિનીના આ વીડિયોને યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે.વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે અને લોકો કમેન્ટ્સ સેક્શનમાં બંનેની સૂરીલી અવાજની ખુબ પ્રંસશસા કરી રહ્યા છે. અમુક લોકો વીડિયો પર હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.

Krishna Patel