“ધ કાશ્મીર ફાઇલ્સ”ને જોયા બાદ સામે આવ્યુ ‘તારક મહેતા’ના શૈલેશ લોઢાનું રિએક્શન, કહ્યુ- આ ફિલ્મ નથી પરંતુ…

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ હાલમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ 11 માર્ચના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી, ત્યાર બાદ તેણે અત્યાર સુધી ઘણી સારી કમાણી કરી છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. જો કે તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે ઘણા લોકો તેને ફિલ્મ નહીં પણ પ્રચાર કહી રહ્યા છે. ધ કાશ્મીર ફાઇલ્સની વાર્તા 90ના દાયકામાં ઘાટીમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને દર્શાવે છે. બોલિવૂડ સેલિબ્રિટી અને રાજનેતાઓ પણ આ ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. ઘણા કલાકારોએ દર્શકોને ફિલ્મ જોવાની અપીલ પણ કરી છે.

ત્યારે, એવા ઘણા દર્શકો છે જેઓ ફિલ્મ જોયા પછી રડતા પણ જોવા મળ્યા હતા. તાજેતરમાં કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શૈલેષ લોઢાએ પણ આ ફિલ્મ જોઈ છે.થિયેટરમાંથી બહાર નીકળતી વખતે પેપરાજીએ તેમને રોક્યા અને ફિલ્મ વિશે પૂછ્યું. શૈલેશ લોઢાએ કહ્યું કે તે કાશ્મીર ફાઇલ્સ જોઈને આવી રહ્યા છે. જ્યારે પૂછવામાં આવ્યું કે આ ફિલ્મ કેવી રહી. આના પર તે કંઈક બોલતા અટકી ગયા.

ત્યારે તેમણે ફિલ્મ વિશે શું કહ્યું તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શૈલેષ લોઢાએ કહ્યું- હું અવાચક બની ગયો છું, હું કંઈ બોલી શકીશ નહીં. આ કોઈ ફિલ્મ નથી, એક આંદોલન છે. ફિલ્મ જોઈને શૈલેષ લોઢા ઈમોશનલ જોવા મળી રહ્યા હતા. આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સઓફિસ પર ઘણુ સારુ કલેક્શન કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Koimoi.com (@koimoi)

આ ફિલ્મની સાથે બચ્ચન પાંડે અને રાધે શ્યામ પણ રીલિઝ થઇ હતી પરંતુ તેનાથી પણ આ ફિલ્મ પર કોઇ ફરક પડ્યો નથી. ધ કાશ્મીર ફાઈલ્સ જોવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ રહી છે.આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, પલ્લવી જોશી વગેરે મહત્વની ભૂમિકામાં છે.

Shah Jina