ગીતને લઇને શાહરૂખ, સલમાન વચ્ચે થયો ઝઘડો ? અનંત-રાધિતાના પ્રી વેડિંગ બેશમાં આમિરને કરાવવી પડી સુલહ
બોલિવૂડના ત્રણ ખાન, એટલે કે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન. ગુજરાતના જામનગરમાં 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી યોજાઈ ત્યારે ત્રણેય એક જ સ્ટેજ પર સાથે જોવા મળ્યા અને ત્રણેયે સાથે ડાંસ પણ કર્યો. ત્રણેયે અનંત-રાધિકાના પ્રી વેડિંગ બેશમાં ખૂબ મસ્તી પણ કરી હતી. જો કે, હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે ચોંકી જશો. શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે ઘણા વર્ષો પહેલા લડાઈ થઈ હતી, આ વાત જગજાહેર છે.
તે સમયે બંને એકબીજા સાથે વાત કરવાનું પણ પસંદ નહોતા કરતા. આમિર ખાન સાથે પણ કંઈક આવું જ હતુ, એવું કહેવાય છે કે ત્રણેય વચ્ચે એટલું કોમ્પીટિશન હતુ કે ત્રણેય એકબીજાને સહેજ પણ પસંદ નહોતા કરતા. જો કે સમય જતાં આ બધુ બદલાઇ ગયુ. હવે ત્રણેય વચ્ચે કોઈ અણબનાવ નથી. આ જ કારણ છે કે તેઓ એકબીજાની ફિલ્મોમાં કેમિયો પણ કરે છે. ઉપરાંત તેમણે મુકેશ અંબાણી-નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં સ્ટેજ પર અકસાથે ડાન્સ પણ કર્યો.
આ ફંક્શનનો એક વીડિયો સામે આવ્યો છે. શાહરૂખ ખાન સલમાન અને આમિરને કહે છે કે મુકેશ અંબાણી ઈચ્છે છે કે અનંત અને રાધિકા માટે આપણે ત્રણેય એક સાથે સ્ટેજ પર ડાન્સ કરીએ. આ તેમને અમારી ભેટ હશે. આ પછી સલમાન ખાન અને આમિર ખાન બંને શાહરૂખની વાત સાથે સહમત જણાય છે. સલમાન આગળ કહે છે- ‘દબંગ’નું ગીત વગાડો, અમે તેના પર ડાન્સ કરીશું.
શાહરૂખે આનો વિરોધ કર્યો અને કહ્યુ- કેમ તમારું ગીત વગાડીશું, મારું ગીત વાગશે ‘બેશરમ રંગ’ ત્યારે સલમાન કહે છે, ‘આટલી સારી તક છે, તમે આ બેશરમ ગીત કેમ વગાડશો?’ આ બાબતે સલમાન અને શાહરૂખ બંને લડવા લાગે છે ત્યારે આમિર બંનેને અટકાવે છે અને કહે છે, ‘તમે બંને ફરી લડી રહ્યા છો.’ આના પર બંને ના માં માથું હલાવે છે અને કહે છે કે તેઓ લડતા નથી. ત્યારબાદ શાહરૂખ સલમાનને કિસ કરે છે.
આમિર કહે છે, ‘અનંત અને રાધિકાના લગ્નમાં બંને લડી રહ્યાં છે, આ એક પ્રકારની વાત છે. આ અમુક રીત છે. સલમાન તારું ગીત નહીં થાય. શાહરુખ, તારું ગીત પણ નહીં હોય. તે મારું ગીત હશે. પાપા કહેતે હે…’ આના પર સલમાન કહે છે, ‘પપ્પા ઘણા સમયથી આ વાત કહી રહ્યા છે.’ શાહરૂખ કહે છે, ‘અહીં દરેકની ઉંમર 22 વર્ષની છે, આ બાબા આદમના જમાનાનું ગીત છે.’
ત્યારે શાહરૂખ કહે છે કે પપ્પુ (મુકેશ) એ કહ્યું છે કે તે ગીત પસંદ કરશે. પછી તે કહે છે કે આજકાલ નીતા ભાભી ગાવાનું પસંદ કરે છે. આ પછી ત્રણેય ચિટ્સ લે છે અને ત્રણેયની ચિટમાં કોઈના પણ ગીતનું નામ નથી લખેલુ હોતુ. ચિટમાં RRRના ગીતનું નામ ‘નાટુ નાટુ’ લખ્યું હોય છે. શાહરૂખ કહે છે, ‘આ રામ ચરણ તારા માટે છે.’
View this post on Instagram