જયારે અંબાણીની પાર્ટીમાં શાહરુખ, સલમાન અને આમરીથી ના થયું નાટુ નાટુનું હુક સ્ટેપ, સ્ટેજ પર કર્યો ટુવાલ ડાન્સ

Shahrukh Salman Aamir Ambani Party : જામનગરમાં મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના પ્રિ વેડિંગ સેરેમનીમાં દેશ અને દનિયભરના સેલેબ્સ આવ્યા છે અને હાલ આખું જામનગર સીતારાઓથી સજી ગયું છે. 1થી 3 માર્ચ સુધી ચાલનારા આ પ્રસંગમાં ઘણા બધા કલાકારોએ પર્ફોમન્સ આપ્યું છે, જેમાં વિદેશી કલાકારો પણ સામેલ છે, પરંતુ આ પ્રસંગમાં એક નજારો એવો જોવા મળ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

બોલીવુડના ત્રણ ખાન, સલમાન, આમિર અને શાહરુખ એક સાથે એક જ સ્ટેજ પર એક જ ગીત પર નાચતા જોવા મળ્યા હતા. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રિ-વેડિંગના બીજા દિવસે, સંગીત સેરેમનીમાં બોલિવૂડના ત્રણેય ખાન એટલે કે સુપરસ્ટાર્સે સ્ટેજ પર પોતાના વિસ્ફોટક ડાન્સથી ધૂમ મચાવી દીધી હતી. આ વાયરલ વીડિયોમાં તે ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુ પર ડાન્સ કરતા જોઈ શકાય છે.

કિંગ ખાન ભાઈજાન અને બોલિવૂડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાન સાથે અદભૂત ડાન્સ મૂવ્સ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. ડાન્સમાં સલમાન ખાન વચ્ચે હતો અને આમિર-શાહરુખ બાજુમાં હતા. સલમાને થોડી સેકન્ડો માટે નાટુ નાટુનો સ્ટેપ કરવાનો પ્રયાસ કર્યો. બંને કલાકારો પણ તેમને કહી રહ્યા છે કે આ કેવી રીતે કરવાનું છે. પરંતુ પછી સલમાન ખાનનો મૂડ બદલાઈ જાય છે અને તે ગુસ્સામાં તેના ગળામાંથી પટ્ટો હટાવી લે છે અને ‘જીને કે હૈ ચાર દિન’થી પોતાનો ટુવાલ ડાન્સ શરૂ કરે છે. શાહરૂખ અને આમિર પણ તેને ફોલો કરે છે.

તમને જણાવી દઈએ કે આ ત્રણેય ખાન બોલિવૂડના સૌથી મોંઘા સ્ટાર્સ છે અને કોઈ નિર્માતા તેમને સાથે કાસ્ટ કરવાનું વિચારી પણ શકતા નથી. ચાહકોને આ ત્રણેયને જોવું ખૂબ જ ગમે છે અને હવે જ્યારે તેઓ અંબાણીની પાર્ટીમાં સાથે જોવા મળે છે, ત્યારે બધા ખૂબ જ ખુશ છે. આ ત્રણેય ખાને સાથે મળીને પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

18 મહિનામાં જ ઘટાડી દીધું હતું 108 કિલો વજન, તો હવે ફરી હતો એવો કેમ થઇ ગયો અનંત ? જાણો બધું જ – નીચેના વીડિયોમાં જુઓ રસપ્રદ માહિતી

Niraj Patel