શાહિદ કપૂર અને મીરા રાજપૂત નવા ઘરમાં થયા શિફ્ટ, કપલના લગ્ઝરી હોમની કિંમત જાણી ઉડી જશે હોંશ

કરીના ખાનના એક્સ બોયફ્રેન્ડે નવરાત્રિના અવસર પર નવા ઘરમાં કર્યો ગૃહ પ્રવેશ, અધધધધધધ કરોડનો છે કપલનો સી-ફેસિંગ ડુપ્લેક્સ

બી-ટાઉન સ્ટાર્સ કેટલી લક્ઝરી લાઈફ જીવે છે તે બધા જાણે છે. તેમના ઘરથી લઈને તેમની કાર અને દરેક વસ્તુ ઘણી કિંમતી હોય છે. આ વર્ષે દીપિકા-રણવીર સહિત ઘણા સ્ટાર્સે તેમના સપનાનું ઘર ખરીદ્યું છે. ત્યાં આ યાદીમાં બોલિવૂડ કપલ શાહિદ કપૂર અને મીરા રાજપૂતનું નામ પણ સામેલ થઇ ગયું છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે મુંબઈના રહેણાંક વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું છે. બીજી તરફ નવરાત્રિના શુભ અવસર પર હવે કપલ તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયું છે.

અગાઉના ઘરની જેમ આ ઘર પણ વર્લીના પોશ વિસ્તારમાં દરિયાની સામે છે. શાહિદ કપૂરનું આ અત્યંત વૈભવી ઘર બાંદ્રા વર્લી સી-લિંક પાસે ‘360-વેસ્ટ’ ખાતે બહુમાળી બિલ્ડિંગના 42મા અને 43મા માળે આવેલું છે. આ એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ છે. આ ઘરની કિંમત 58 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. શાહિદને વાહનોનો શોખ છે તેથી તેને આ ડુપ્લેક્સ સાથે 6 પાર્કિંગ પ્લોટ પણ લીધા છે. આ સિવાય તેમના ઘરમાં 500 ચોરસ ફૂટની બાલ્કની પણ છે. શાહિદ કપૂરે ચાર વર્ષ પહેલા આ ઘર ખરીદ્યું હતું.

છેલ્લા ઘણા મહિનાઓથી અહીં ઈન્ટીરીયરનું કામ ચાલી રહ્યું હતું. મીરાએ પોતે આ ઘરની અંદરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શાહિદ કપૂરે વર્ષ 2018માં આ ઘર ખરીદ્યું હતું અને થોડા મહિના પછી તેનો કબજો મળ્યો હતો. પરંતુ વર્ષ 2019માં કોરોનાને કારણે શાહિદ કપૂર પરિવાર સાથે અહીં શિફ્ટ થઈ શક્યો ન હતો. તેણે ઘણા મહિનાઓ સુધી રાહ જોઈ અને હવે આખરે અભિનેતાએ ઘરમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે તેણે ઘરમાં એક નાનકડી પૂજા પણ રાખી હતી. આ ઘર તે ​​બંનેનું સ્વપ્નનું ઘર છે.

પિંકવિલાના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત અને બંને બાળકો મીશા અને ઝૈન સાથે નવા ઘરમાં શિફ્ટ થયો છે. શાહિદ કપૂરે થોડા સમય પહેલા ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મીશા અને ઝૈનના જન્મ પછી તેને જૂનું ઘર નાનું લાગવા લાગ્યું હતું. જગ્યાની અછત હતી એટલે બાળકોના કારણે તેણે નવું ઘર લેવાનું વિચાર્યું. પછી જ્યારે તેણે બાંદ્રા વર્લી સી-લિંક સાથેનો આ એપાર્ટમેન્ટ જોયો ત્યારે તેને અહીંની જગ્યા અને વિસ્તાર ગમી ગયો અને તેણે ડીલ ફાઈનલ કરી દીધી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહિદ કપૂરનું આ નવું ઘર 8,625 સ્ક્વેર ફૂટનું છે. અહીંથી સી-લિંકનો સુંદર નજારો સ્પષ્ટ દેખાય છે. તે મુંબઈના પોશ વિસ્તારોમાંનો એક છે.શાહિદ તેની લક્ઝરી કાર અને બાઇક કલેક્શન માટે જાણીતો છે. શાહિદ પાસે Jaguar XKR-S, Range Rover Vogue Car, Mercedes AMG S-400 જેવી લક્ઝરી કાર છે. શાહિદે આ વર્ષે 3 કરોડની મેબેક કાર પણ ખરીદી છે. હવે જ્યારે આટલી મોંઘી ગાડીઓ છે તો તેને મેઇનટેઇન પણ એ જ રીતે કરવી પડશે. આ માટે શાહિદે 360 વેસ્ટમાં 6 પાર્કિંગ સ્લોટ ખરીદ્યા છે.

શાહિદ ઘણીવાર તેના ઘરની બાલ્કનીમાં બેસીને કોઈને કોઈ એક્ટિવિટી કરતો જોવા મળે છે. અભિનેતાને ઘરનો બાલ્કની વિસ્તાર પસંદ છે. શાહિદના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા હાલમાં તેની ડિજિટલ ડેબ્યૂ ફર્ગીની તૈયારી કરી રહ્યો છે, જેનું નિર્દેશન ક્રિષ્ના ડીકે દ્વારા કરવામાં આવશે. ત્યાં અલી અબ્બાસ ઝફરની બ્લડી ડેડી પણ તેના ખાતામાં છે. તમને જણાવી દઈએ કે શાહિદ અને મીરા 2015માં લગ્નના બંધનમાં બંધાયા હતા. મીરા-શાહિદને મિશા અને ઝૈન નામના બે બાળકો છે.

Shah Jina