વિરોધો વચ્ચે પણ સુપરહિટ થયેલી “પઠાન”ની ભવ્ય સફળતા બાદ કિંગ ખાને ખરીદી ભારતની સૌથી મોંઘી કાર, રસ્તા પર મળી જોવા… જુઓ તસવીરો અને વીડિયો

શાહરુખ ખાને ખરીદી 10 કરોડની શાનદાર રોલ્સ રોય કાર, વીડિયો વાયરલ

4 વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરનાર શાહરુખ ખાનની ફિલ્મ “પઠાન”ને લઈને જોરદાર વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ વિરોધનું વંટોળ જાણે કે ફંગોળાઈ ગયું હોય તેમ મોટી સંખ્યામાં દર્શકો આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં પહોંચ્યા હતા અને આ ફિલ્મે કમાણીના મામલામાં ઘણા બધા રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા હતા. ત્યારે આ ફિલ્મની ભવ્ય સફળતા બાદ શાહરુખ ખાને પોતાના કાર કલેક્શનમાં વધુ એક લકઝરી કારનો ઉમેરો કર્યો છે.

શાહરૂખ ખાનને લક્ઝરી ગાડીઓનો કેટલો શોખ છે તે બધા જાણે છે. આ જ કારણ છે કે તે દર વખતે લક્ઝરી કારમાં જોવા મળે છે. તેના કાર કલેક્શનમાં એકથી એક મોંઘી કાર સામેલ છે, જેની કિંમત કરોડોમાં છે. હવે તેના આ કાર કલેક્શનમાં વધુ એક લક્ઝરી કાર રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજ ઉમેરવામાં આવી છે. શાહરુખની આ નવી કારની ઘણી તસવીરો અને વીડિયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

શાહરૂખ ખાન પાસે સફેદ રંગની રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજ છે. તમને જણાવી દઈએ કે ભલે રોલ્સ રોયસની કિંમત 8.2 કરોડ છે, પરંતુ આ કાર ઘણા કસ્ટમાઇઝેશન વિકલ્પો સાથે આવે છે. જેના કારણે તેની કિંમત 10 કરોડ થઈ જાય છે. તે હાલમાં ભારતની સૌથી મોંઘી કાર છે. તમને જણાવી દઈએ કે, Rolls-Royce એક એવી કાર બ્રાન્ડ છે કે જેનું એક યા બીજા મોડલ ભારતના અમીરો પાસે જોવા મળશે.

આ કારની ખાસ વાત એ છે કે તમે તેને તમારી રીતે તૈયાર કરાવી શકો છો. લુક અને ફીચર્સની સાથે કમ્ફર્ટની બાબતમાં પણ આ કારનો કોઈ જવાબ નથી. હાલમાં શાહરૂખ ખાનની નવી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કાર લઈને મન્નત જવા રવાના થઈ રહ્યો છે. શાહરૂખ ખાનની આ નવી કારના વખાણ કરતા ફેન્સ થાકતા નથી. ત્યાં કેટલાક યુઝર્સ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને હાર્ટ ઇમોજી લગાવી રહ્યા છે.

બીજી તરફ શાહરૂખ ખાનના લક્ઝુરિયસ કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે BMW, Audi, Toyota, Range Rover જેવી કંપનીઓની કાર પણ છે. જેની કિંમત કરોડોમાં છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. બીજી તરફ વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 1000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. હવે પઠાણની સફળતા બાદ શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ “જવાન” ફિલ્મમાં જોવા મળશે.

Niraj Patel