ઓહ માય ગોડ, રાધિકા અનંતના લગ્નમાં કિંગ ખાનની લાડલી સુહાના આવા સીન સપાટા કરતી દેખાઈ, જુઓ

1 થી 3 માર્ચ સુધી જામનગરમાં અંબાણી પરિવારના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન છે. તેમાં રિલાયન્સ આસપાસનાં ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા રિલાયન્સની ટાઉનશિપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા શરૂ કર્યું છે. તેમાં ગઈકાલે અંબાણી પરિવારે જૂની પરંપરા મુજબ જોગવડ ગામમાં સમૂહભોજનનું આયોજન કરાયું હતું. અનંત-રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું.

એશિયાના સૌથી રીચેસ્ટ મુકેશ અંબાણી Mukesh Ambani અને નીતા અંબાણી Nita Ambaniના પુત્ર અનંત અંબાણીના લગ્નના વાતો ચારેકોર થાય છે. એવામાં અંબાણી પરિવારે દેશ-વિદેશના ગેસ્ટને હરખના તેડાં મોકલ્યા છે ત્યારે મહેમાનોનું આગમન થઈ રહ્યું છે.

જોકે આજે અહીં મહેમાનના આગમન પહેલા આવેલો તેમનો સામાન ચર્ચાનો વિષય બન્યો છે. એક કે બે નહીં પણ ચાર કેરિયર્સમાં એક ખાસ મહેમાનનો સામાન આવ્યાનો વીડિયો વાયરલ થયો છે.

એરપોર્ટ પર આવનારા બધા જ દિગ્ગજ ગેસ્ટ અને સેલિબ્રિટીઓ માટે સ્પેશિયલ એરેજમન્ટ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર તેમના રિફ્રેશમેન્ટની પણ વ્યવસ્થા છે. તેમને વાજતેગાજતે આવકારવામાં આવે છે. એક પછી એક મહેમાનો આવતા રહે છે અને સોશિયલ મીડિયા સતત તેમના વીડિયોથી ઓવરફલો થઈ રહ્યું છે.

આ ખાસ ઈવેંટનમાં હાજરી આપવા માટે મુકેશ અંબાણીના મિત્ર અને બોલીવુડના કિંગખાન શાહરુખ પોતાની ફેમિલી, પુત્ર આર્યન ખાન, દીકરી સુહાના અને ગૌરી ખાન સાથે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા.

ગઈકાલે રાતના ભોજન પછી બધાને ત્યાં લોકડાયરા માટે આમંત્રિત કરાયા હતા, જ્યાં જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. અંબાણી પરિવારે સદીઓ જૂની કહેવત, ‘માનવ સેવા એ જ માધવ સેવા’ – ‘માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે’ને ચરિતાર્થ કરી હતી.

 

YC