સીમા હૈદર સચિન સમેત ત્રણને પાકિસ્તાની ગુલામે મોકલી 11 કરોડની નોટિસ, હવે વકીલે આપ્યો આ જવાબ
સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરના વકીલે મોકલી 11 કરોડ રૂપિયાની નોટિસ, શું કેસ થશે સ્વીકાર ?
શું તમને યાદ છે સીમા હૈદર, એ જ પાકિસ્તાની મહિલા કે જે તેના ભારતીય પ્રેમી સચિન મીના માટે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવી હતી…સીમા હૈદર ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના સચિન સાથે PUBG રમતી વખતે પ્રેમમાં પડી ગઈ હતી અને આ પછી તે તેના ચાર બાળકો સાથે પતિ અને પરિવાર તેમજ દેશ છોડીને ગ્રેટર નોઈડાના રબુપુરા આવી હતી. મીડિયામાં ખૂબ ચર્ચામાં રહેનાર સીમા હૈદર અને તેનો ભારતીય પતિ સચિન ફરી એકવાર સમાચારમાં છે.
સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરના વકીલ હરિયાણાના પાનીપતના મોમિન મલિકે સીમા હૈદરના માનીતો ભાઈ અને વકીલ ડૉ.એ.પી. સિંહને 5 કરોડ રૂપિયા, સીમા હૈદર અને સચિન મીનાને 3-3 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે, જે પાકિસ્તાની ચલણમાં 33 કરોડ રૂપિયા છે. મલિકે નોટિસ મોકલીને કહ્યું છે કે ત્રણેય એક મહિનાની અંદર સાર્વજનિક રીતે માફી માંગે અને દંડની રકમ જમા કરાવે નહિ તો અન્યથા ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વકીલ મોમિન મલિક દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે સગીર બાળકોનો ધર્મ કેવી રીતે બદલાયો. કાનૂની રીતે જો ધર્મ બદલવો હોય તો જાણકારી આપવાની હોય છે. બાળકોના પિતાની સલાહ આમાં મહત્વપૂર્ણ છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે શા માટે પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવ્યું. સીમા હૈદરના માનીતા ભાઈ અને તેમના વકીલ એપી સિંહને 5 કરોડ રૂપિયાની અવમાનના નોટિસ જારી કરવામાં આવી છે. સીમા હૈદર અને ગુલામ હૈદરના ચાર બાળકોનું ખોટી રીતે ધર્માંતરણ કરવામાં આવ્યું છે.
એક મહિનાની અંદર કાંતો માફી માગો નહીંતર 5 કરોડની ચૂકવણી કરો. સીમા હૈદરના ભારતીય પતિ સચિન મીનાને 3 કરોડ રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે. હૈદરે પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારતીય સરહદ પાર કરી છે. સચિન મીના કયા આધારે સીમા હૈદરને પોતાની પત્ની કહે છે ? સચિને સીમા હૈદરને પોતાની વાતોમાં ફસાવી ભારત બોલાવી છે. સીમા હૈદરે તેના પતિ ગુલામ હૈદર સાથે છૂટાછેડા લીધા વિના સચિન સાથે લગ્ન કર્યા છે. આ કાયદેસર નથી. તેથી સીમા હૈદરને 3 કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે.
સીમા હૈદર, સચિન અને સીમાના માનીતા ભાઇ એપી સિંહને મોકલેલી 11 કરોડ રૂપિયાની નોટિસમાં કેટલો દમ છે ? આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ રુદ્ર વિક્રમ સિંહે એનબીટી ટીમને માહિતી આપતાં કહ્યું કે, આ નોટિસ પછી જેઓ વિરુદ્ધ નોટિસ મોકલવામાં આવી છે તેઓ જવાબ આપશે અથવા નોટિસની શરતો અનુસાર માફી માંગશે, પરંતુ જો તેઓ મોકલવામાં આવેલી નોટિસનો નિયત સમયમાં જવાબ ન આપે તો નોટિસ મોકલનાર વ્યક્તિ નિર્ધારિત સમય પછી કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરી શકે છે.
વકીલે કહ્યું કે માનહાનિનો કેસ ત્યારે જ દાખલ કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ અથવા સમુદાયની માનહાનિ થાય છે. આ મામલે સોશિયલ મીડિયા દ્વારા વાતો કરવામાં આવી છે. જો કે ફરિયાદી પાકિસ્તાનમાં છે અને તેને ડિફીમેટરી વાતો પાકિસ્તાનમાં સાંભળી હશે, આ માટે ભારતમાં તેનો કેસ એક્સેપ્ટ થશે કે નહિ એ પણ મોટી વાત છે. બીજુ હિંદુસ્તાનમાં કેસ ફાઇલ કરવા માટે તેને અહીં આવવું પડશે અને તેને પરમિશન ભારત સરકાર આપે છે કે નહિ તે જોવાનું રહેશે.