“ભારતમાં મારા બાળકોને હિંદુ બનાવવામાં આવી રહ્યા છે…” સીમા હૈદરના પતિ ગુલામે પાકિસ્તાન સરકાર પાસે માગી મદદ

“ભારતમાં મારા બાળકોને હિંદુ બનાવવામાં આવી રહ્યા છે, પાકિસ્તાન સરકાર મદદ કરે…”સીમા હૈદરના પતિ ગુલામે લગાવી ગુહાર

Seema Haider’s Husband : પાકિસ્તાનથી ભાગીને પોતાના પ્રેમી માટે ભારત આવેલી સીમા હૈદરના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સીમા હૈદરનો પાકિસ્તાની પતિ ગુલામ હૈદર પોતાના બાળકોની વાપસી માટે સતત લડત ચલાવી રહ્યો છે. ત્યારે હવે તેણે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. ગુલામ હૈદરનો આરોપ છે કે તેના બાળકોને ધર્મમાં ફેરવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેણે પાકિસ્તાન સરકાર પાસે માગ કરી છે કે તેના બાળકોને પાકિસ્તાન પરત લાવવામાં આવે.

સીમાના પાકિસ્તાની પતિએ કર્યો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો સંપર્ક

સીમા ભારત આવી ત્યારે ગુલામ હૈદર સાઉદીમાં હતો. પરંતુ હવે તે પોતાની માતા માટે પાકિસ્તાન પરત ફર્યો છે. અહેવાલો અનુસાર, ગુલામની માતાની તબિયત સારી નથી અને તે અંતિમ શ્વાસ લઈ રહી છે. ગુલામ બુધવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને તેના વકીલે કહ્યું કે- સુપ્રીમ કોર્ટમાં ગયા પછી અમે ભારતીય હાઈ કમિશન અને ત્યાંથી વિદેશ મંત્રાલય જઈશું. તેના વકીલે સીમા હૈદરનું નિકાહનામુ પણ બતાવ્યું. ગુલામના વકીલે દાવો કર્યો હતો કે સીમા હૈદર ખોટું બોલી રહી છે.

બાળકોનો ધર્મ બળજબરીથી બદલવામાં આવી રહ્યો છે

સીમા હૈદરને ચાર બાળકો છે અને તે ચારેયને લઇને ભારત તેના પ્રેમી સાથે રહેવા આવી ગઇ. સીમા અને બાળકો વિઝા વગર ભારત આવ્યા છે. આવી સ્થિતિમાં ગુલામ તેમને પાકિસ્તાન પરત લઈ જવામાં વ્યસ્ત છે. ગુલામ હૈદરે બુધવારે એક વીડિયોમાં કહ્યું, ‘હું પાકિસ્તાન સરકારને મારા બાળકો માટે અવાજ ઉઠાવવાની વિનંતી કરું છું. તેમનો ધર્મ બળજબરીથી બદલવામાં આવી રહ્યો છે. ભારતના એક વકીલ પાકિસ્તાનને લલકારી રહ્યા છે.

PUBG રમતી વખતે નોઈડાના સચિનના પ્રેમમાં પડી હતી સીમા

હું વડાપ્રધાનને કહું છું કે મારા બાળકોને લાવવામાં આવે. પાકિસ્તાનના કરાચીની રહેવાસી સીમા હૈદર PUBG રમતી વખતે નોઈડાના સચિન સાથે પ્રેમમાં પડી હતી. સચિન અને સીમાના લગ્ન નેપાળમાં થયા હોવાના અહેવાલ છે. બાદમાં સીમા તેના બાળકો સાથે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે સચિનના ઘરે આવી હતી. જ્યારે સીમાની ભારતમાં હાજરીનો ખુલાસો થયો ત્યારે તપાસ એજન્સીઓએ તેની પૂછપરછ પણ કરી હતી.

Shah Jina