ભારતમાં હવે સીમા અને સચિનના પરિવારની હાલત થઇ રહી છે ખરાબ, ઘરની બહાર લાગી નોટિસ, બીજી તરફ ભિખારી પાકિસ્તાન અંજુ પર ઉડાવી રહ્યું છે પૈસા

આવી પડ્યું જબરુ દુખ, ઘર બહાર ચિપકાવ્યું ફરફરીયું, કંગાળ પાકિસ્તાન અંજુ પર લૂંટાવી રહ્યું છે દોલત, સીમાને ખાવાનું પણ નસીબ નથી થતું, સચિન ઘરની બહાર થઇ ગયું આવું આવું..બાપ રે બાપ

Seema and Sachin’s condition is bad : હાલ સીમા હૈદર અને સચિન મીનાની કહાની સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે, સીમાએ પોતાના પ્રેમને પામવા માટે ગેરકાયદેસર સરહદ ઓળંગી અને પાકિસ્તાનથી ભારત પોતાના ચાર બાળકો સાથે આવી ગઈ. તો બીજી તરફ રાજસ્થાનની રહેવાસી અંજુ પણ પોતાના પતિ અને બાળકને છોડીને કાયદેસર પાકિસ્તાન પોતાના પ્રેમીની પાસે પહોંચી ગઈ છે. ત્યારે આ બંને મામલા હાલ દેશમાં ચર્ચાનો નવો વિષય બન્યા છે, સાથે જ તેની સાથે જોડાયેલી અપડેટ પણ જાણવા માંગતા હોય છે.

અંજુ પર રૂપિયા ઉડાવે છે પાકિસ્તાન :

એક તરફ જ્યાં ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ પાછળ જે દેશ ગરીબી હેઠળ જીવી રહ્યો છે, રાશન પાણી માટે પણ વલખા મારે છે એવું પાકિસ્તાન અંજુ પર ધૂમ રૂપિયા ઉડાવી રહ્યા છે, તો બીજી તરફ ભારત આવેલી સીમા હૈદરની હાલત અહીંયા ખરાબ થઇ રહી છે અને ઘરમાં રાશન પણ ખૂટી ગયું છે. સીમા અને સચિનના પરિવારને ખાવાના પણ હવે ફાંફા પડી રહ્યા છે. વાસ્તવમાં પોતાના પ્રેમી માટે ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુને ત્યાંના એક બિઝનેસમેને ફ્લેટ અને ઘણી બધી ભેટો આપી છે.

40 લાખનો ફ્લેટ આપ્યો ભેટમાં :

અંજુને પાકિસ્તાનની પાંચ-પાંચ કંપનીઓ તરફથી નોકરીની ઓફર આપવામાં આવી છે. અલવરની અંજુના પાકિસ્તાન પહોંચવા પાછળ ગુપ્તચર ષડયંત્રની આશંકા ફરી એકવાર સાબિત થઈ રહી છે. પડોશી દેશ પાકિસ્તાન ગઈકાલ સુધી દાણા દાણા માટે મહોતાજ હતું. લોકોને એક સમય માટે પણ ભોજન મળતું ન હતું. હવે એ જ પાકિસ્તાનમાં ભારતથી ભાગી ગયેલી અંજુ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની ષડયંત્રની શંકા વધુ ઘેરી બની રહી છે.

સીમા અને પીરિવારની હાલત ખરાબ :

પાકિસ્તાની મીડિયા અનુસાર, એક સ્થાનિક બિઝનેસમેને અંજુને લગભગ 40 લાખ રૂપિયાનો ફ્લેટ ગિફ્ટ કર્યો છે. અંજુને ઘરના કાગળો આપ્યાની તસવીરો પણ સામે આવી છે. અંજુની તસવીર ઉર્દૂમાં લખેલા કાગળો પર ચોંટાડવામાં આવી છે. અહીં પાકિસ્તાનથી ભારત આવેલા સીમા હૈદર અને તેનો પ્રેમી સચિન આ દિવસોમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. સીમા હૈદરની તબિયત લથડી હતી. મીડિયાથી પરેશાન સચિનના પરિવારે હવે તેમના ગેટની બહાર એક પોસ્ટર ચોંટાડ્યું છે.

ઘરની બહાર લગાવ્યું પોસ્ટર :

આ પોસ્ટર પર લખ્યું છે કે, મીડિયા પ્લીઝ મારી પ્રાઈવસીનું સન્માન કરો. આ સાથે પોસ્ટર પર નીચે લખ્યું છે – મીના પરિવાર. ઓનલાઈન ગેમ PUBG રમતી વખતે સચિન અને સીમાની મિત્રતા થઈ હતી. મિત્રતા પ્રેમમાં પરિણમી અને સીમા ગેરકાયદેસર રીતે તેના 4 બાળકો સાથે ગ્રેટર નોઈડાના રબુપુરામાં સચિન સાથે રહેવા ગઈ. સીમા હૈદર અને તેનો બોયફ્રેન્ડ સચિન હાલમાં રબુપુરામાં બીજા મકાનમાં રહે છે. આ ક્રમમાં સચિનના પિતા નેત્રપાલ મીનાનો એક વીડિયો સામે આવ્યો છે.

પિતાએ જણાવી આપવીતી :

વીડિયોમાં સચિનના પિતાએ જણાવ્યું કે પોલીસ કેસના કારણે આખો પરિવાર ઘરે જ છે. તેઓ બહાર જવા માટે પણ સક્ષમ નથી. ઘરની સ્થિતિ બરાબર નથી. ખાવા-પીવાની ઘણી સમસ્યા થાય છે. નેત્રપાલે વિનંતી કરી છે કે સમસ્યાનું સમાધાન શોધવું જોઈએ. જો આમ જ ચાલતું રહેશે તો ભૂખ્યા રહેવાનો વારો આવી જશે. ઘરનો કોઈ સભ્ય બહાર જઈ શકતો નથી.

Niraj Patel