શું સચિનના બાળકની માતા બનાવની છે સીમા હૈદર ? ગર્ભમાં ઉછળી રહ્યું છે પાકિસ્તાની ભાભીનું પાંચમું બાળક ? ચર્ચાનો માહોલ થયો ગરમ

સચિનના બાળકની મા બનાવની છે સીમા હૈદર, નેપાળમાં મુલાકાત દરમિયાન થઇ ગર્ભવતી ? ચર્ચાનો માહોલ થયો ગરમ

Seema Haider is pregnant : હાલ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર સતત ચર્ચામાં છે. તેના વિશે એક પછી એક નવા નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે હવે એક ખુલાસો એવો પણ આવ્યો છે કે સીમા સચિનના બાલની માતા બનાવની છે. સીમાને તેના પહેલા પાકિસ્તાની પતિથી ચાર બાળકો છે, અને આ ચાર બાળકોને તે પોતાની સાથે જ ભારત લઈને આવી છે, ત્યારે હાલ હવે સીમા પાંચમી વાર માતા બનવાની ખબરને લઈને સતત ચર્ચામાં ચાલી રહી છે.

પાંચમી વાર માતા બનશે સીમા હૈદર ?

હાલ સોશિયલ મીડિયામાં ખબર ચાલી રહી છે કે સીમા બહુ જ જલ્દી ખુશ ખબરી આપી શકે છે, પરંતુ હજુ સુધી સીમા સચિન અથવા તો તેમના પરિવાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે સીમા હૈદર પાંચ મહિનાની ગર્ભવતી છે. ઉલ્લેખનીય છે કે, સીમા અને સચિન માર્ચમાં નેપાળમાં મળ્યા હતા. ત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ દરમિયાન તેણે લગ્ન કરી લીધા અને એક અઠવાડિયા સુધી હોટલમાં સાથે રહ્યા.  ત્યારે આ દરમિયાન જ તે ગર્ભવતી બની હોવાની ચર્ચા ચાલી રહી છે.

સચિનનું ગર્ભ ઉછળી રહ્યું છે સીમાના પેટમાં :

રાબુપુરામાં એવી ચર્ચા છે કે સીમા હૈદર પાંચ મહિનાની ગર્ભવતી છે અને સચિનનું બાળક તેના ગર્ભમાં ઉછરી રહ્યું છે. થોડા દિવસો પહેલા સચિન મીના સીમાને મેડિકલ ચેકઅપ માટે પણ લઈ ગયો હતો.  સીમા હૈદર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માટે અત્યાર સુધી વણઉકેલાયેલા પ્રશ્નોનો કોયડો બનીને રહી ગયો છે. સીમા સાચી ગર્લફ્રેન્ડ છે કે જાસૂસ, તેના વિશે અત્યાર સુધી કંઈ જ સ્પષ્ટ નથી થયું. જો કે, સીમા હૈદર અંગે જે ચોંકાવનારા દાવા કરવામાં આવી રહ્યા છે તે ખરેખર આશ્ચર્યજનક છે.

ભારતીય નાગરિકતાની કરી છે માંગ :

થોડા દિવસો પહેલા સીમા હૈદરે તેના વકીલ ડૉ. એ.પી. સિંહ મારફત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને દયા અરજી દાખલ કરીને ભારતીય નાગરિકતાની માંગ કરી હતી. અરજીમાં સીમાએ સચિન મીના સાથે લગ્ન કરીને તેને ભારતમાં રહેવાની મંજૂરી આપ્યા બાદ ભારતીય નાગરિકતાની માંગ કરી છે. અરજીમાં દાખલ કરાયેલા સોગંદનામામાં તેણે સીમા હૈદરને બદલે પોતાનું પૂરું નામ સીમા મીના લખ્યું છે. આ સિવાય તેણે પોતાના લગ્નની તસવીરો પણ મોકલી છે.

Niraj Patel