સફળતાની ઘણી કહાનીઓ આપણી આસપાસ જોવા મળતી હોય છે, ત્યારે આવી કહાની સાંભળીને આપણે પણ એવા લોકો ઉપર ગર્વ થાય છે જે સંઘર્ષ કરીને આગળ આવ્યા હોય. હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ 10 પાસ છોકરાના સંઘર્ષની કહાનીને લોકો ખુબ જ વખાણી રહ્યા છે.
એવું કહેવાય છે કે શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી, ના શીખવા માટે કોઈ મોટી ડિગ્રીની જરૂર પડે છે, આ વાતને સાબિત કરી આપી છે અબ્દુલ આલીમ નામના આ યુવકે જે હાલમાં Zoho કંપનીમાં એક સોફ્ટવેર ડેવલપમેન્ટ ઈજનેર તરીકે કાર્યરત છે.
આજે ભલે તે ટેક મેનેજર હોય પરંતુ એક સમયે તે આજ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. હવે તેની આ સફળતાની કહાની ઘણા લોકો માટે પ્રેરણા બની રહી છે અને જે લોકો જીવનમાં આગળ વધવા માંગે છે તેમને પણ હિંમત આપી રહી છે.
જયારે અબ્દુલે 2013માં પોતાનું ઘર છોડ્યું હતું ત્યારે તેના ખિસ્સામાં ફક્ત 1 હજાર રૂપિયા હતા. તેને માત્ર 10માં ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. ઘણી મુશ્કેલીઓ બાદ તેને એક કંપનીની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી મળી હતી.
આ કંપનીમાં જ એજ એક સિનિયર કર્મચારી દ્વારા અબ્દુલને પૂછવામાં આવ્યું કે, “હું તારી આંખોમાં કંઈક જોઈ શકું છું અને અબ્દુલને તેના કમ્પ્યુટરની જાણકારી અને અભ્યાસ વિશે પૂછ્યું. અબ્દુલે જણાવ્યું કે તેને સ્કૂલમાં થોડો ઘણું HTML વિશે ભણ્યો છે. ત્યાબાદ અબ્દૂલના જીવનમાં એક નવો વળાંક આવ્યો.
આલીમની અંદર શીખવા માટેની ધગસ હતી. એટલા માટે સિનિયર કર્મચારીઓ પણ તેને શીખવવા માંગતા હતા. ત્યારબાદ અબ્દુલ સિક્યુરીટી ગાર્ડની 12 કલાકની શિફ્ટ પૂર્ણ કર્યા બાદ કોડિંગ શીખવા લાગ્યો. લગભગ 8 મહિના આ કોડિંગ શીખ્યા બાદ અબ્દુલે એક એપ બનાવી, જેને સિનિયર કર્મચારીઓ દ્વારા પસંદ કરવામાં આવી અને તેમને ખુશ થઈને અબ્દુલનું એક ઇન્ટરવ્યૂ મેનેજર સાથે નક્કી કરાવી દીધું. આલીમે તે ઇન્ટરવ્યૂ પાસ કરી લીધું અને હવે તેને Zoho કંપનીમાં 8 વર્ષ થઇ ગયા.
હાલમાં જ અબ્દુલે પોતાની આ કહાની Linkedln ઉપર શેર કરી છે. જેને હજારો લોકોએ પસંદ કરી છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તેની આ પોસ્ટને 2 લાખ 92 હજાર કરતા પણ વધારે લોકોએ પસંદ કરી છે અને 15 હજારથી પણ વધારે કોમેન્ટ આવી ચુકી છે. ઘણા યુઝર્સ તેના આ સાહસને સલામ કરી રહ્યા છે.