દરિયાની અંદર થયો ભયાનક અકસ્માત, મોટા જહાજે નાની હોડીને ડુબાડી દીધી, આટલા લોકોના થયા મોત, જુઓ ભયાનક વીડિયો

નાની બોટ ઉપર ફરીવળ્યું વિશાળકાય દરિયાઈ જહાજ, લોકો ચીસો પાડતા રહ્યા પણ કોઈ મદદે ના આવ્યું, જુઓ દુર્ઘટનાનો ભયાનક વીડિયો

રોડ ઉપર આપણે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ જોતા હોઈએ છીએ, આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સીસીટીવી કેમેરા કે પછી મોબાઈલ કેમેરામાં કેદ થઇ હોય છે જેને જોઈને લોકોની ચીસ પણ નીકળી જતી હોય છે, પરંતુ શું તમે દરિયાની અંદર ક્યારેય અકસ્માત થતા જોયો છે ? હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જે દરિયામાં થયો હતો.

હાલમાં જ બાંગ્લાદેશની રાજધાની ઢાકા નજીક દરિયામાં થયેલા અકસ્માતનો એક ખતરનાક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયો જોયા પછી તમારા હોશ ઉડી જશે. વીડિયોમાં એક મોટું દરિયાઈ જહાજ એક નાની હોડીને ડુબાડતું જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઢાકાની બહાર નારાયણગંજ જિલ્લામાં એક બોટને દરિયાઈ જહાજે ભયાનક રીતે ડુબાડી દીધી હતી.

આ અકસ્માત બાદ રેસ્ક્યુ ટીમે 6 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. નારાયણગંજ જિલ્લાના પોલીસ વડાએ જણાવ્યું કે, ‘એમવી ઓફિસર ઉદ્દીન’ નામની બોટ શીતલાખ્યા નદી પાસે દરિયામાં એક માલવાહક જહાજની અડફેટે આવી ગઈ. પોલીસ વડાએ જણાવ્યું હતું કે માલવાહક જહાજ એટલું ઊંચું હતું કે તે બોટ જોઈ શક્યું નહીં. તેની પકડને કારણે બોટ પાણીમાં ડૂબી ગઈ હતી.

પોલીસ વડાએ જણાવ્યું કે આ ઘટનામાં 3 મહિલાઓ, 2 બાળકો સહિત 6 લોકોના મોત થયા છે. આ સિવાય એક વ્યક્તિ ગુમ થયાની પુષ્ટિ કરવામાં આવી છે. પોલીસ વડાએ જણાવ્યું હતું કે 25થી 30 મુસાફરોને લઈને બોટ બપોરના સુમારે તેના ગંતવ્ય તરફ જઈ રહી હતી. આ દરમિયાન લગભગ 2 વાગ્યાની આસપાસ તે જહાજની ચપેટમાં આવી ગઈ હતી.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બોટ મોટા જહાજ સાથે અથડાતા જ લોકો પોતાનો જીવ બચાવવા પાણીમાં કૂદવા લાગ્યા હતા. ઘણા લોકોના ડૂબી જવાથી મોત થયા હતા, જ્યારે કેટલાક લોકોના વહાણની ટક્કરથી મોત થયા હતા. હાલમાં પોલીસે કાર્ગો શિપ ‘MV રૂપાશી-19’ કબજે કરી લીધું છે. પોલીસે જહાજના માલિક અને અન્ય 8 ક્રૂ મેમ્બરને કસ્ટડીમાં લીધા છે. બાંગ્લાદેશના શિપિંગ મંત્રાલયે પણ બેદરકારીના દાવાઓની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. વીડિયોમાં તમે બોટમાં બેઠેલા મુસાફરો ગભરાઈને બૂમો પાડતા જોઈ શકો છો.

Niraj Patel