દીકરાની મોત ઉપર ધરણા ઉપર બેઠીલી માતા ઉપર ગુસ્સે ભરાયા અધિકારી, કહ્યું, “હું ક્યારની કહી રહી છુ સમજાતું નથી, ચૂપ થઈ જા”, જુઓ વીડિયો

થોડા સમય પહેલા જ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક 12 વર્ષના બાળકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. બાળક તેના ઘરેથી સ્કૂલ બસ દ્વારા સ્કૂલ જવા નીકળ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો હતપ કે બસમાં સ્કૂલ જતી વખતે બાળકનું માથું રસ્તા પરના પોલ સાથે અથડાયું અને અકસ્માતમાં તેનું મોત થયું. ઘટના બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ કરી હતી. આ ઘટના ચોથા ધોરણમાં ભણતા બાળક અનુરાગ નેહરા સાથે બની હતી.

પરિવારના જણાવ્યા મુજબ તેમનો પુત્ર સવારે સલામત રીતે શાળાએ જવા નીકળી ગયો હતો. શાળા પ્રશાસનનું કહેવું છે કે જ્યારે બાળકે ઉલ્ટી કરવા માટે તેનું માથું બસમાંથી બહાર કાઢ્યું ત્યારે તેનું માથું પોલ સાથે અથડાવાને કારણે તેનું મોત થયું હતું. પરંતુ બાળકના પરિવારજનોનો આરોપ છે કે શાળા પ્રશાસન ખોટું બોલી રહ્યું છે. સ્કૂલ બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે બાળકનું મોત થયું હતું. મૃતકના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

મોદી નગરના એક પોલીસ સ્ટેશન સામે વિદ્યાર્થી અનુરાગ ભારદ્વાજના માતા-પિતા સ્કૂલમાં લાપરવાહી માટે કાર્યવાહીની માગને લઈને ધરણા પર બેઠા હતા. ત્યારે ગાઝિયાબાદના મોદીનગર વિસ્તારના SDM શુભાંગી શુક્લાનો એક વીડિયો વાયરલ થયો હતો. તેને ટાંકીને કહેવામાં આવ્યું કે એસડીએમ વિરોધ કરી રહેલા અનુરાગની માતા પર બૂમો પાડી રહ્યા છે. વીડિયો જોઈને લોકોએ શુભાંગી શુક્લાને સોશિયલ મીડિયા પર ઘેરી લીધી. જો કે, આ બાબતે ગાઝિયાબાદના ડીએમ રાકેશ સિંહનું કહેવું છે કે, જે એસડીએમને ઠપકો આપતા જોવા મળે છે તે બાળકની માતા નથી.

ગાઝિયાબાદના ડીએમ રાકેશ સિંહે આ વાયરલ વીડિયો પર સ્પષ્ટતા કરતા શુભાંગી શુક્લાનો બચાવ કર્યો છે. આ ઘટનાનો વીડિયો યુપીના પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ડીએમ રાકેશ સિંહે જણાવ્યું કે, નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે તે બાળકની માતા નથી.

વીડિયોમાં મૃતક બાળકના પરિવારજનો મોદીનગર પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા છે. તેમાં અનુરાગની માતા નેહા ભારદ્વાજ, તેના પતિ અને પરિવારના અન્ય સભ્યો છે. લોકોના ટોળા એકઠા થયા છે. આ દરમિયાન SDM શુભાંગી શુક્લા એક મહિલા પર ગુસ્સે થઈ જાય છે. જેના બાદ સ્ત્રી અને SDM વચ્ચે વિવાદ સર્જાય છે.

SDM શુભાંગી શુક્લા-“આ શું રીત છે?” સ્ત્રી- “રીત તમે બગાડી છે મેડમ. તમને હાથ જોડીને કહી રહ્યા છીએ કે ત્રણેયની ધરપકડ કરો.” SDM- “કોઈ વાત સમજતી નથી યાર ?” સ્ત્રી- “તમારો મતલબ શું છે? સમજાવો મેડમ.” SDM – “મારે કેટલી વાર સમજાવવું ?” સ્ત્રી- શું સમજાવશો? સમજાવોને ?” SDM (આંગળીઓ ઉંચી કરીને બૂમો પડતા) – “ચૂપ. બસ ચૂપ રહો. થઇ ગયું. આટલીવારથી સમજાવું છું.”

Niraj Patel