વાવાઝોડાના કારણે હવામાં ઉડેલી સ્કૂટી વીજળીની તારમાં અટવાઈ ગઈ, હવામાં લટકતી જોઈને લોકોના પણ હોશ ઉડ્યા, જુઓ વીડિયો

બિપરજોય વાવાઝોડાના કારણે હવામાં ઉડેલી સ્કૂટી વીજળીના તારમાં અટવાઈ, જોવા માટે દૂર દૂરથી આવવા લાગ્યા લોકો, જુઓ વીડિયો

Scooty Horrific Scene : હાલમાં જ ગુજરાતની અંદર બિપરજોય વાવાઝોડાનો કહેર જોવા મળ્યો હતો. આ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયા કિન્નરે મોટું નુકશાન પણ થયું છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ તેના ઘણા બધા વીડિયો અને તસવીરો પણ વાયરલ થતી જોવા મળી હતી. બિપરજોય વાવાઝોડાને કારણે, ગયા અઠવાડિયે શુક્રવારે ભારત અને પાકિસ્તાનના ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઘરોની છત ઉડી ગઈ હતી, વીજળીના થાંભલા અને વૃક્ષો ઉખડી ગયા હતા અને વીજળી ડૂલ થઈ હતી.

જમ્મુ-કાશ્મીરમાં પણ જોરદાર વાવાઝોડાના સમાચાર સામે આવ્યા છે. ગયા રવિવારે સાંજે જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં જોરદાર તોફાન આવ્યું હતું. વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની એક ઘટનામાં, એક સ્કૂટી હવામાં ઉડી ગઈ હતી અને વાયર પર ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે જોરદાર પવનને કારણે એક સ્કૂટી જમીનથી લગભગ 15 ફૂટ ઉપર ઉડી હતી, જેના કારણે તે ઇલેક્ટ્રિક વાયરમાં ફસાઈ ગઈ હતી.

આ ઘટનાના ફૂટેજમાં એક કાળા રંગનું ટુ-વ્હીલર કોમર્શિયલ બિલ્ડિંગ પર લટકતું જોવા મળે છે. લોકો કેમેરામાં વિચિત્ર ફૂટેજ રેકોર્ડ કરતા જોવા મળે છે જ્યારે એક પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળે હાજર છે. સ્કૂટીની ખતરનાક હાલત જોવા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો. આ સ્કૂટી પ્લેનેટ બ્યુટી સલૂનમાં કામ કરતી સના નામની મહિલાની હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે વધુ વિગતો વીડિયોમાં સ્પષ્ટ નથી.

ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “જમ્મુમાં ભારે તોફાનમાં સ્કૂટી ઉડી ગઈ, 15 ફૂટની ઊંચાઈએ વાયરમાં લટકતી મળી; જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હતા. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ગયા અઠવાડિયે ચક્રવાત બિપરજોયે ગુજરાતના દરિયાકાંઠે ભારે તબાહી મચાવી હતી.

Niraj Patel