ચાલુ ક્લાસની અંદર હાથમાં ફૂલ લઈને છોકરીને પ્રપોઝ કરવા માટે આવ્યો છોકરો, પછી છોકરીએ કર્યું એવું કે જીવનભર યાદ રાખશે… જુઓ વીડિયો

છોકરીને ચાલુ ક્લાસમાં પ્રપોઝ કરવું આ છોકરાંને પડ્યું ભારે, આખા ક્લાસે પહેલા તો ફોરો ચઢાવ્યો અને પછી જે થયું એની કલ્પના પણ નહિ કરી હોય… જુઓ વીડિયો

આજકાલની જનરેશન ખુબ જ આગળ વધી ગઈ છે. એક સમય એવો હતો જયારે સ્કૂલ કોલેજમાં ભણતા છોકરા છોકરીઓ પ્રેમ અને પ્રપોઝનું નામ લેતા પણ ડરતા હતા તે આજે આવા વિષયો પર ખુલીને વાત કરતા હોય છે અને આજે કોઈને પણ પ્રેમનું પ્રપોઝ કરવું બહુ મોટી વાત માનવામાં નથી આવતી. આજે સ્કૂલમાં ભણતા છોકરા છોકરીઓ પણ એક બીજાને પ્રપોઝ કરતા હોય છે.

ત્યારે ઈન્ટરનેટ પર પણ પ્રપોઝના ઘણા બધા વીડિયો વાયરલ પણ થતા હોય છે. જેમાં કેટલાય યુવક યુવતીઓ એક બીજાને જાહેરમાં પણ પ્રપોઝ કરતા જોવા મળે છે. ઘણીવાર આવા પ્રપોઝનો સામે વાળી વ્યક્તિ સ્વીકાર કરે છે તો ઘણીવાર તેને રિજેક્ટ પણ કરતા હોય છે. હાલ આવા જ એક પ્રપોઝનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક છોકરો સ્કૂલમાં ચાલુ ક્લાસે જ છોકરીને પ્રપોઝ કરવા જાય છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક છોકરો હાથમાં ફૂલ લઈને ક્લાસરૂમમાં પ્રવેશે છે. જેના બાદ ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ તેને ફોરો ચઢાવવા ચિચયારીઓ પણ પાડતા જોવા મળે છે. જેના બાદ જે છોકરીને પ્રપોઝ કરવાનું હોય છે તે છોકરી આગળ ઘૂંટણીએ બેસીને તેને ફૂલ આપવા માટે જાય છે. ત્યારે જ એ છોકરી એવું કરે છે જેની છોકરાએ પોતે પણ કલ્પના નહિ કરી હોય.

 

View this post on Instagram

 

A post shared by Naughty Family (@_naughtyfamily)

છોકરી તે છોકરાને તમતમતો લાફો ઝીંકી દે છે અને છોકરો પોતાના ગાલ પર હાથ રાખીને બેસી જાય છે. ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને પોતાના અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.  કોઈ વીડિયોને જોઈને એમ પણ કહી રહ્યું છે કે છોકરીએ આ સારું નથી કર્યું.તો કોઈ એમ પણ કહી રહ્યું છે કે જો છોકરીએ ના પાડવી હતી તો શાંતિથી ના કહી શકતી હતી. લાફો મારવાની જરૂર નહોતી.

Niraj Patel