શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરવાથી તમામ સમસ્યાઓથી મળશે મુક્તિ

ભગવાન શંકરને બહુ પ્રિય છે આ મંત્ર, રોજ જાપ કરવાથી થાય છે ચમત્કારિક ફાયદા

Sawan Mantra 2022: પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થવાને આડે હવે માત્ર થોડા દિવસો જ બાકી છે. આ મહિનામાં ભગવાન મૃત્યુંજય એટલે કે શિવ શંકરની આરાધના કરવામાં આવે છે. શિવજી ભક્તો પર ખુબ કૃપા વરસાવે છે તેથી તેની પૂજા અર્ચના કરવાની પણ ઘણી રીતો છે. આજે અમે આ લેખ દ્વારા એક એવા મંત્ર વિશે જણાવીશું જેનો જાપ કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. ભગવાન શિવના મહમંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવાથી રોગ અને ભયમાંથી મુક્તિ મળવાની સાથે આયુષ્યમાં પણ વધારો થાય છે. મહામૃત્યુંજયનો જાપ આપત્તિ સમયે દિવ્ય ઉર્જા અને ઢાલ જેવી સુરક્ષા પ્રદાન કરે છે.

આ મંત્ર વિશે જાણતા પહેલા આસુરી શક્તિઓને સમજવી જરૂરી છે. આસુરી શક્તિ બે પ્રકારની હોય છે. પહેલી એ જે મનુષ્ય જાતે પોતાના શરીરમાં ખોટા વિચારો દ્વારા ઉત્પન્ન કરે છે અને બીજી જે અન્ય દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. મહામૃત્યુંજયનો જ્યારે જાપ કરવામાં આવે છે ત્યારે એક વિશિષ્ટ પ્રકારનું વાઈબ્રેશન ઉત્પન્ન થાય છે જે આ શક્તિઓના પ્રભાવને ખતમ કરી નાખે છે. આ મંત્રનો જાપ નાનપણથી જ કરવો જોઈએ, જેથી આ દિવ્ય મંત્રનું કવચ સદા આપણી સાથે રહે.

ॐ ત્ર્યમ્બકં, યજામહે, સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્.

ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત.

ચાલો આ મહામૃત્યુંજય મંત્રના દરેક શબ્દને સમજીએ

1.ત્ર્યમ્બકં: આનો અર્થ છે ત્રણ આંખો વાળા, ભગવાન શિવની બે સાધારણ આંખો છે, પરંતુ ત્રીજી આંખ કપાળમાં છે. આ ત્રીજી આંખ છે વિવેક અને અંતર્જ્ઞાનની, બસ એજ પ્રકારે મનુષ્ય જ્યારે વિવેકની દ્રષ્ટીથી જુએ છે ત્યારે તેનો અનુભવ કઈંક અલગ જ હોય છે. તેનો જાપ કરવાથી વિવેકની દ્રષ્ટી આવવા લાગે છે.

2.યજામહે: આનો અર્થ એ છે કે, અમે પૂછીએ છીએ. ભગવાન પ્રત્યે જેટલો પ્રવિત્ર ભાવ જાપ સમયે રાખવામાં આવશે તેટલો જ તેનો સારો પ્રભાવ પડશે. ભગવાન પ્રત્યે સન્માન અને વિશ્વાસ રાખવાથી પ્રકૃતિ તરફ જોવાનો દ્રષ્ટી કોણ બદલાઈ જાય છે. જ્યારે પણ આપણે પૂજા પાઠ કરીએ છીએ ત્યારે કેટલીક ખરાબ શક્તિઓ આપણને ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જો આ ખરાબ શક્તિઓને રોકી લેવામાં આવે તો ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

3.સુગન્ધિ: ભગવાન શિવ સુગંધના પૂંજ છે, જે મંગળકારી છે તેનું નામ જ શિવ છે. તેની ઉર્જાને જ અહીં શિવ કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિ અહંકારી,અભિમાની અને ઈર્ષાળું હોય છે ત્યારે તેના વ્યક્તિત્વમાંથી દુર્ગંધ આવે છે અને આ અનગુણો સમાપ્ત થવાની સાથે સુગંધ આવવા લાગે છે. ભગવાન શિવના સાનિધ્યમાં રહેવાથી આપણામાં સુંગધ આવવા લાગે છે.

4.પુષ્ટિવર્ધનમ: એટલે કે આધ્યાત્મિક પોષણ અને વિકાસની નજીક જવું, મૌન અવસ્થામાં રહીને આધ્યાત્મિક વિકાસ વધુ રહી શકે છે. સંસારમાં ઈર્ષા, ધૃણા,અહંકાર વગેરે જેવા કીચડમાં રહેવા છતા કમળની જેમ ખીલવું જોઈએ. આધ્યાત્કિક વિકાસથી જ કમળની જેમ ખીલી શકાય છે.

5.ઉર્વારુકમિવબંધનાન: તેનો અર્થ એ છે કે, સંસારમાં રહીને પણ આ બંધનમાંથી પોતાને છોડાવવા, ભગવાન શિવને પ્રાર્થના છે કે, મને સંસારમાં રહેતા આધ્યાત્મિક પરિપક્વતા પ્રદાન કરે. જે રીતે નોકરીયાત ઓફિસમાં ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન તથા વેપારી નફાનો બિસાબ લગાવે છે તે જ રીતે આધ્યાત્મિક ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન વિશે ચિંતન કરવું જોઈએ.

6.મૃર્ત્યોર્મુક્ષીય મામૃતાત: આધ્યાત્મિક પરિપક્વતા આવ્યા બાદ મૃત્યુના ભયથી મુક્તિ મળી શકે છે. હે પ્રભુ તમારા અમૃતત્વથી અમે ક્યારેય વંચિત ન રહીએ, જ્યારે આ ભાવ મજબૂત થઈ જશે ત્યારે મૃત્યુના ભયથી મુક્તિ મળી જશે. ભય ત્યાં સુધી જ રહે છે જ્યા સુધી તમને લાગે છે કે તમે કઈંક કરી શકો છો પરંતુ જે વસ્તુ તમારા હાથી જ નથી તેનો ભય કેવો.

કેવી રીતે કરવો જાપ: ભગવાન શંકરની મૂર્તિ કે તસવીર સામે સ્વચ્છ આસનમાં પદ્મસનની મુદ્રામાં બેસો અને રુદ્રાક્ષની માળા વડે જાપ કરો. જાપ કરતા સમયે સામે એક કટોરીમાં પાણી રાખી લો, જાપ પૂર્ણ થયા બાદ તે પાણીને આખા ઘરમાં છાંટી દો. તેનાથી દુષ્ટ શક્તિનો પ્રભાવ તમારા ઘર પર નહીં પડે.

YC