માનવતા હજુ પણ જીવતી છે સાહેબ.. આ વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ગાયના વાછરડાનો જીવ બચાવ્યો, જુઓ વીડિયો

દુનિયાભરમાં એક તરફ માનવતાને શર્મસાર કરનારી ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહે છે તો બીજી તરફ એવી પણ ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે જે બતાવે છે કે માનવતા હજુ પણ જીવંત છે. ઘણા લોકો મૂંગા જીવોને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે, સોશિયલ મીડિયામાં તમે આવી ઘટનાઓના ઘણા બધા વીડિયો જોયા હશે, પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તે હરેખર હૃદયસ્પર્શી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો આશાનું નવું કિરણ લઈને આવ્યો છે.જે દર્શાવે છે કે માનવતા હજુ પણ જીવિત છે અને તેને બચાવનારાઓની કોઈ કમી નથી. વીડિયોમાં બે માણસો એકસાથે ગટરમાં પડેલા વાછરડાનો જીવ બચાવતા જોવા મળે છે. ફિગન નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક વ્યક્તિ તેના બીજા સાથીને પાછળથી ખેંચીને ખાડામાંથી બહાર કાઢી રહ્યો છે.

તે સખત મહેનત પછી તેને બહાર કાઢવામાં સફળ બને છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને એકસાથે ગાયના વાછરડાને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાડાની અંદર પ્રવેશીને બેમાંથી એક વ્યક્તિ કોઈક રીતે આ વાછરડાને બહાર કાઢે છે અને તેનો સાથી તેને પાછળથી ખેંચતો જોવા મળે છે. જેમ જેમ વાછરડું ખાડામાંથી બહાર આવે છે કે તરત જ તેની માતા દોડતી આવે છે અને તેને વહાલ કરવા લાગે છે.

આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આવા લોકોએ માનવતાની મિસાલ બેસાડી છે. એક યુઝરે લખ્યું, ‘હું ભગવાનમાં માનતો નથી. હું એવા લોકોમાં વિશ્વાસ કરું છું જેમની પાસે માનવતા પુનઃસ્થાપિત કરવાની શક્તિ છે.. આદર અને પ્રેમ’. લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel