રાજકોટમાં PSIએ પૂરુ પાડ્યુ માનવતાનું ઉદાહરણ, કમરડૂબ પાણીમાં કર્યુ એક વૃદ્ધાનું રેસ્કયુ

ગુજરાત પોલીસની બહાદુરી તો જુઓ…કમરડૂબ પાણીમાં PSIએ વૃદ્ધાને તેડી જીવ બચાવ્યો, જુઓ PHOTOS

ગુજરાત રાજયમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે, ત્યારે જામનગર અને રાજકોટ તો આખુ પાણી-પાણી થઇ ગયુ છે. જૂનાગઢમાં પણ મેઘ કહેર જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ઘણા પંથકમાં મેઘરાજા મન મૂકી વરસી  રહ્યા છે. ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવતા કેટલાક લોકો ફસાઇ ગયા છે, કેટલાક ગામો તો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે આવી સ્થિતિમાં ગુજરાત પોલિસ, SDRF અને NDRF ની ટીમો બચાવ કામગીરી કરી રહી છે.

આવી સ્થિતિમાં હાલ રાજકોટમાંથી પોલિસ જવાનની મદદની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકામાં નોંધાયો છે, ત્યાં સવારના 6 વાગ્યાથી લઇને બપોર 4 વાગ્યા સુધીમાં જ 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે ઘણા ગામો બેટમાં ફેરવાયા છે.

અસરગ્રસ્ત વિસ્તારના PSIના હાલ માનવતાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. PSI દ્વારા એક વૃદ્ધાનું રેસ્કયુ કરવામાં આવ્યુ હતુ અને એ પણ કમરડૂબ પાણીમાં કરવામાં આવ્યુ હતુ, જેની તસવીરો હાલ સામે આવી રહી છે. ભારે વરસાદને પગલે આવી સ્થિતિ વચ્ચે લોધિકાના બાલાજી પુલ પર પાણીમાં ફસાયેલા વૃદ્ધાનું PSIએ કમરડૂબ પાણીમાં રેસ્કયુ કરી માનવતાનું ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.

રાજકોટના પડધરી ગામમાં વરસાદનું પાણી ભરાઇ જતાસ્થાનિક પોલિસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ બીજી બાજુ જોઇએ તો, ગોંડલમાં 250 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ, જયારે ખીરસરા ગામે જે કાર ફસાયેલી હતી તેમાં 3 વ્યક્તિઓ હતા, જેમાંની એક વ્યકતિ બચી ગયેલ છે અને અન્ય 2ની શોધ ચાલુ છે.

ભાદર ડેમની વાત કરીએ તો, તેના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે, જયારે આજી-3 અને ન્યારી-2 ડેમના દરવાજા ઓવરફ્લોને કારણે ખોલવામાં આવશે. રાજકોટ-અમદાવાદ હાઇવે પરનું નાળું ધોવાઇ જતા જીવાપર ગામનો રસ્તો બંધ થઇ ગયો છે, તેમજ વરસાદને પગલે પડધરી-જામનગર હાઈવે બંધ છે.

Shah Jina