નવું વર્ષ 2026 હવે ખૂબ જ નજીક છે, ત્યારે જ્યોતિષીઓ ગ્રહો અને નક્ષત્રોની ગણતરીના આધારે આવનારા સમયનું આકલન કરી રહ્યા છે. આ વર્ષે પણ શનિદેવની ચાલ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વર્ષ 2026માં શનિનું રાશિ પરિવર્તન (ગોચર) ન હોવાને કારણે, વર્ષ 2025ની જેમ જ મેષ, કુંભ અને મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ યથાવત રહેશે. આ દરમિયાન મેષ રાશિ પર સાડાસાતીનો પ્રથમ તબક્કો, કુંભ રાશિ પર અંતિમ તબક્કો અને મીન રાશિ પર બીજો તબક્કો ચાલશે, જેના લીધે આ ત્રણેય રાશિના લોકોએ સાવચેતી રાખવી પડશે.
જ્યોતિષશાસ્ત્રીઓના મતે શનિની સાડાસાતીનો બીજો તબક્કો સૌથી કષ્ટદાયક માનવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન વ્યક્તિએ જીવનના વિવિધ ક્ષેત્રોમાં સૌથી મોટી કસોટીઓ અને કપરા ચઢાણનો સામનો કરવો પડે છે. મીન રાશિના જાતકો માટે સમગ્ર વર્ષ 2026 દરમિયાન આ કપરો બીજો તબક્કો ચાલુ રહેશે, જે તેમની ધીરજની કસોટી કરશે. જોકે, 3 જૂન 2027ના રોજ જ્યારે શનિદેવ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે મીન રાશિના જાતકોને આ બીજા તબક્કામાંથી મુક્તિ મળશે અને આ માનસિક તેમજ શારીરિક સંઘર્ષનો બોજ મેષ રાશિ પર સ્થળાંતરિત થશે.
2026માં શનિની સાડાસાતીની અસર આ રીતે થશે
મીન રાશિના જાતકો માટે વર્ષ 2026 શનિની સાડાસાતીના બીજા અને સૌથી કઠિન તબક્કા હેઠળ હોવાથી, વ્યવસાયિક જીવનમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર પડશે. શનિની આ સ્થિતિ કાર્યસ્થળ પર તમારી ધીરજ અને ક્ષમતાની કસોટી કરી શકે છે.દરેક કામ સરળ રીતે પૂરું નહીં થાય કામ સમયસર પુરા નહીં થાય અથવા તો ફેઈલ થઈ જશે અને આથી માનસિક દબાણ અને તણાવ વધશે. સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર પડશે.હેલ્થને લઈને પણ ખાસ ધ્યાન રાખવું પડશે. તણાવ, થાક અને ચિંતા તમારા શરીરને નબળુ કરશે અને મન પર માઠી અસર થશે. થાક અને આળસને કારણ તમારા કામ પણ બગડવા લાગશે. અકસ્માતથી ખાસ ચેતીને રહેજો. બીજાનું વાહન લેતા પહેલા ખાસ કાળજી લેજો.પૈસાની તંગી સર્જાશે. આવકમાં ઘટાડો થશે કાતો પછી ધંધામાં ખોટ આવશે અને ખર્ચ વધી જશે. રોકાણ કરેલા પૈસા પણ ડુબી શકે છે જેથી સાવધાની પૂર્વક જ તમારું રોકાણ કરજો અથવા તો અટકી જજો.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)
