હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ થઈ શકે છે.

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજના દિવસે આ લોકોને પૈસાની આવક થશે. પરંતુ રોકાણમાં નુકસાન થઈ શકે છે, તેથી સાવધાન રહો. બીજાના કહેવામાં આવીને કોઈ નિર્ણય ન લો. પરિણીત લોકોને ઘરમાં શાંતિ નહીં મળે. જૂના ઝઘડા ફરી શરૂ થઈ શકે છે.

2. વૃષભ – બ, વ, ઉ (Taurus): આજના દિવસે તમારા કામમાં સફળતા નહીં મળે અને આખો દિવસ તણાવમાં જશે. નવા બિઝનેસમાં મુશ્કેલી આવશે. વધારે ચિંતા કરશો તો તબિયત બગડી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આજનો દિવસ સારો નહીં રહે. જૂના મિત્રો મળશે નહીં અને ઉદાસી લાગશે. ઓફિસમાં સાથીદારો સાથ નહીં આપે અને ગુસ્સે પણ થઈ શકે છે. પોતાનું ધ્યાન રાખવું.

4. કર્ક – ડ, હ (Cancer): આજનો દિવસ સારો-ખરાબ મિક્સ રહેશે. કામમાં સારો ફાયદો થશે અને ખુશ રહેશો. દુશ્મન મિત્ર બની શકે છે, પણ તેમના પર વિશ્વાસ ન કરશો. ઘરમાં કોઈ ખુશીની ઘટના બનશે. બાળકોને વિદેશમાં ભણવા મોકલી શકો છો. પત્ની/પતિ સાથે શોપિંગ કરી શકો છો.
5. સિંહ – મ, ટ (Leo): આજનો દિવસ સારો રહેશે. બાળકની તબિયત સારી થઈ જશે. પરંતુ ઉતાવળાપણું તમને મુશ્કેલીમાં નાખી શકે છે. કામમાં બેદરકારી ન કરશો. દેખાવ માટે ખર્ચ ન કરશો. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો, નહીં તો મુશ્કેલી આવશે. નવા ધંધામાં ભાગીદારી કરી શકો છો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આજે તમારા માટે સારો-ખરાબ દિવસ રહેશે. વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે, તો જ સારા પરિણામ આવશે. બિનજરૂરી ગુસ્સો ન કરો, નહીં તો પરિવાર નારાજ થશે. નોકરી બદલવાનો વિચાર આવી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આજે બિઝનેસની દૃષ્ટિએ સારો દિવસ છે. આવક વધશે. નોકરીની નવી તકો મળશે. કૌટુંબિક બાબતોમાં બહારની સલાહ ન લો. ધંધામાં સારો નફો થશે. તબિયતમાં સુધારો થશે. માતાપિતા સાથે સારો સંબંધ રહેશે અને તેમની સેવા કરશો. ભાગ્યશાળી અંક: 6 | શુભ રંગ: ગુલાબી | ઉપાય: લક્ષ્મી માતાની પૂજા કરો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આજે તમારા માટે પૈસાની બાબતમાં સારો દિવસ રહેશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. શેરબજારમાં રોકાણ કરી શકો છો. ઘરનું નવીનીકરણ કરવાનો વિચાર આવી શકે છે. લાંબા સમય પછી જૂના મિત્ર મળશે અને ખુશી થશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહો. લાંબા ગાળાના બિઝનેસ પ્લાન સારા ચાલશે.
9. ધનુ – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે તમે એનર્જી અનુભવશો. કામમાં સારા પરિણામ મળશે. તમારા સમયનો સારો ઉપયોગ કરો. મોટો બિઝનેસ ડીલ થઈ શકે છે. ખોવાયેલી કિંમતી વસ્તુ મળી શકે છે. મનોરંજનમાં પૈસા ખર્ચ કરશો, પણ નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે

10. મકર – જ, ખ (Capricorn): આજે તમને થોડો તણાવ રહી શકે છે. જૂની સમસ્યાઓ ફરી આવી શકે છે. આંખોનું વિશેષ ધ્યાન રાખો. બાળકોના અભ્યાસ પર નજર રાખો. ખર્ચ ઓછો કરો. કોઈ ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. અજાણ્યા લોકો સાથે વ્યવહાર ન કરો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): બિઝનેસ કરતા હોવ તો આજે સારો દિવસ છે. પ્રેમજીવન ખુશ રહેશે. ખોવાયેલી વ્યક્તિ મળી શકે છે. મુસાફરી દરમિયાન જરૂરી માહિતી મળશે. દૂર રહેતા પરિવારજન તરફથી સારા સમાચાર આવશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવાના પ્રયાસ સફળ થશે
12. મીન – દ, ચ, જ, થ (Pisces): આજનો દિવસ સારો રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કામ પર તમારા વિચારની પ્રશંસા થશે. તબિયત સારી રહેશે. સરકારી યોજનામાં રોકાણ કરો તો ફાયદો થશે. કોર્ટના કેસમાં સાવધાન રહો, કારણ કે વિરોધીઓ કાવતરું કરી શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)