30 વર્ષ બાદ બની રહ્યો છે દૂર્લભ સંયોગ, શનિ કરશે કુંભ રાશિમાં પ્રવેશ, 4 રાશિ પર થશે ખરાબ અસર

જ્યારે પણ શનિ રાશિમાં ફેરફાર કરે છે, ત્યારે તે ચોક્કસ રાશિ સહિત તમામ રાશિઓને અસર કરે છે. તેથી, જ્યોતિષશાસ્ત્રમાં શનિની રાશિમાં પરિવર્તનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શનિદેવ દર અઢી વર્ષે રાશિ બદલે છે. 2022માં શનિ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. શનિદેવ 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જાણો શનિના કુંભ રાશિમાં જવાથી રાશિચક્ર પર શું અસર થશે.

કુંભ : રોગો તમને પરેશાન કરશે. સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ કાળજી લેવી પડશે. પૈસાની તંગી તમને પરેશાન કરી શકે છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. પરિવારમાં કોઈપણ પ્રકારનો વિવાદ મુશ્કેલીમાં વધારો કરશે. નોકરીમાં કાર્યક્ષેત્રમાં ઘણી મુશ્કેલીઓ આવશે.

કર્ક : 2022માં શનિનું કુંભ રાશિમાં જવાથી કર્ક રાશિ પર સારી અસર નહીં પડે. જેના કારણે આર્થિક સમસ્યાઓ વધશે. જેમની સાથે નોકરી કે ધંધામાં મુશ્કેલી આવશે. નાણાકીય રોકાણ બાબતે સાવધાની રાખવી પડશે. કોઈ નવા કાર્યની શરૂઆતમાં મુશ્કેલી આવશે.

તુલા : તુલા રાશિના જાતકો માટે શનિનું પરિવર્તન સારું નહીં રહે. પિતાની મિલકતને લઈને પરિવારમાં વિવાદ થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં નોકરી-ધંધામાં થોડી પરેશાની રહેશે.

વૃશ્ચિક : 2022માં તમારે શનિના પ્રભાવથી પરેશાનીઓનો સામનો કરવો પડશે. કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. આ સિવાય નોકરીમાં મન નહીં લાગે. જેના કારણે માનસિક પરેશાની રહેશે. જીવનસાથી સાથે મનભેદ વધશે.

વૃષભ, કન્યા અને સિંહ : 2022માં કુંભ, ધનુ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક અને મીન રાશિ પર શનિદેવની વિશેષ અસર જોવા મળશે. આ સિવાય વૃષભ, કન્યા અને સિંહ રાશિના લોકો પર શનિની વધારે અસર નહીં થાય.

YC