શું તમને યાદ છે Airtel 4G ગર્લ? રિયલ લાઇફમાં પણ ઘણી હોટ છે- દિલકશ અંદાજ જોઇ ઉડી જશે તમારા હોંશ

4G ગર્લના અંગત વીડિયો અને તસવીરો વાઈરલ થયા હતા જેના લીધે ખળભળાટ મચી ગયેલો, જુઓ

Airtel 4G ગર્લ સાશા છેત્રી તમને યાદ જ હશે, તે Airtel ની ઘણી જાહેરાતોમાં જોવા મળે છે. સાશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો પણ શેર કરતી રહે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ઘણી હોટ તસવીરો પણ શેર કરી છે. (Image Credit/Instagram-sasha_chettri_s)

સાશાની જાહેરાત વર્ષ 2014માં આવવાની શરૂ થઇ હતી. લોકોએ આ છોકરીને ઘણી પસંદ કરી હતી. સાશા દહેરાદૂનની રહેવાસી છે અને તે ઘણી લોકપ્રિય પણ થઇ ચૂકી છે.

સાશાએ મુંબઇની જેવિયર્સ ઇંસ્ટીટયૂટ ઓફ કોમ્યુનિકેશનથી જાહેરાતનો અભ્યાસ કર્યો છે. સાશા છેત્રી એક મ્યુઝિક આર્ટિસ્ટ છે. જેણે ટ્રેની કોપિરાઇટ તરીકે કામ કર્યુ છે. તે કેટલીક મોડલિંંગ એજન્સી સાથે પણ જોડાઇ ચૂકી છે.

સાશા બોલિવુડમાં પણ ડેબ્યુ કરી ચૂકી છે તેણે વર્ષ 2015માં ફિલ્મ “કટ્ટી બટ્ટી”માં કામ કર્યુ હતુ. આ ફિલ્મમાં અભિનેતા ઇમરાન ખાન અને અભિનેત્રી કંગના રનૌત લીડ રોલમાં હતા.

સાશા તેલુગુ સિનેમામાં પણ ડેબ્યુ કરી ચૂકી છે. તે ઉપરાંત તેનું એક ગીત પણ લોન્ચ થયુ છે. સાશાનું ઇન્સ્ટાગ્રામ નામ ઘણુ ફની છે. તેનું નામ રિક્શારાની છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ સારી છે.

સાશા એરટેલ એડમાં આવ્યા પહેલા એક એડ એજન્સીમાં કોપીરાઇટ ટ્રેની તરીકે કામ કરતી હતી. જયારે સાશાને એરટેલ એડ માટે કોલ આવ્યો તો તેને લાગ્યુ કે આ કોઇ મજાક છે. તેને આ વાત પર વિશ્વાસ થયો નહિ.

વોટ્સએપ હોય, ટ્વીટર હોય કે ફેસબુક સાશા ઇંટરનેટ પર સૌથી વધુ ટ્રોલ થઇ છે. એરટેલને લઇને તેની કેટલીક તસવીરો અને જોક્સ શેર કરવામાં આવ્યા છે. ઇંટરનેટ પર તેના પર કેટલાક લોકોએ અભદ્ર કમેન્ટ્સ પણ કરી છે.

બાળપણથી જ મોડલ બનવાનું સપનું જોતી સાશાની કહાની પણ ફિલ્મી છે. સાશાને એરટેલ એડ માટે વાળ કપાવવા પડ્યા હતા. પરંતુ સાશાને તેના લાંબા વાળ ખૂબ પસંદ હતા. સાશાને એરટેલ એડથી ઘણી ઓળખ મળી હતી. આજે તેને સમગ્ર ભારત ઓળખે છે.

તમને જણાવી દઇએ કે, સાશાના રિલેશનશિપને લઇને ઘણી ખબરો સામે આવે છે. તેનુ મ્યુઝિક ડાયરેક્ટરથી અફેર છે તેવી ખબરો સામે આવતી રહે છે. જો કે, કયારેય પણ આ વાત ખુલીને સામે આવી નથી.

એક રિસર્ચ અનુસાર 2015માં એક એરટેલ 4G જાહેરાત બનાવવામાં આવી હતી જેને લગભગ 54,406 વાર જોવામાં આવી હતી. સાશા આ આ શુટમાં લગભગ 475 કલાક માટે હતી. આ ઉપરાંત તે એક મ્યુઝિક આર્ટિસ્ટ પણ છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં રહેતી સાશા એક શોર્ટ ફિલ્મમાં જોવા મળી ચૂકી છે અને તેની પોતાની એક યુટ્યૂબ ચેનલ પણ છે, જેમાં તે પોતાના કમ્પોઝ કરેલા ગીતો અને અમુક વીડિયોઝ શેર કરતી રહે છે.

તેની યુટ્યૂબ ચેનલને ફોલો કરનારા લોકોની સંખ્યા પણ સારી એવી છે. સાશાના પિતા એક બિઝનેસમેન છે અને માતા ગૃહિણી છે, જોકે સાશાએ એક અલગ જ ફિલ્ડમાં આગળ વધવાનો નિર્ણય કર્યો.

વર્ષ 2018માં એરટેલ ગર્લનું નામ એક MMS સાથે જોડાયું હતું, જેમાં તેના અંગત વીડિયો અને તસવીરો સામેલ હતી અને તેને વાઈરલ કરવામા આવી હતી. તેણે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેની એક તસવીર બૉયફ્રેન્ડ સાથે પણ વાઈરલ થઈ હતી.

Shah Jina