ગુજરાતના આ ગામના સરપંચની અનોખી પહેલ, ગામમાં ઢોલ વગાડીને કહ્યું. “દારૂ પીધો તો ખેર નથી..” વીડિયો થયો સોશિયલ મીડિયમાં વાયરલ

ગુજરાતની અંદર દારૂબંધી છે પરંતુ આ દારૂબંધી ખાલી નામ પૂરતી જ હોય તેમ લાગે છે. ઠેર ઠેર પોલીસ દ્વારા દારૂ પકડવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને આપણી આસપાસ પણ લોકો દારૂ પિતા જોવા મળતા હોય છે. ગામડાઓમાં પણ દારૂના ભઠ્ઠા ધમધમતા હોય છે ત્યારે હાલમાં ગુજરાતના એક નાના ગામડાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ગામની અંદર અનોખો સાદ પાડતો જોવા મળી રહ્યો છે. ઢોલ વગાડીને આ વ્યક્તિ ગામ લોકોને દારૂ ના પીવા અને દારૂ ના ઉતારવાની વાત સાદ પાડીને કહી રહ્યો છે. વાયરલ થઇ રહેલો આ વીડિયો જૂનાગઢના પસવાડા ગામનો હોવાનું હાલ સામે આવ્યું છે.

આ વિચાર ગામના સરપંચ જયસિંહ ભાટીને આવ્યો હતો. ગામની અંદર દારૂ પીવાવાળા લોકો વધી ગયા હતા અને દારૂના કારણે 15થી 17 મહિલાઓ વિધવા પણ બની ગઈ હતી. ફક્ત આ ગામ જ નહીં પરંતુ આસપાસના ગામોમાં પણ દારૂના રવાડે લોકો ચઢી ગયા ચેહ. જેના કારણે પોતાના ગામની અંદર લોકો દારૂના પીવે તેના માટે થઈને સરપંચે ગામમાં ઢોલ વગાડાવી અને સાદ પડાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર ઢોલીને સાદ પાડતા સાંભળી શકાય છે કે, “સાંભળો સાંભળો સાંભળો, આજથી તારીખ 8-6-22થી સરપંચનો આદેશ છે કે ગામમાં કોઈએ દારૂ પીવો નહીં અને દારૂ પાડવો નહીં. જો કોઈ દારૂ પીશે કે દારૂ પાડશે તો સરપંચ કાયદેસર કાર્યવાહી કરશે.”

Niraj Patel