સાડી, જે માચિસની ડબ્બીમાં થઇ જાય છે પેક, વણકરે કર્યુ અદ્ભૂત કારનામુ- જુઓ તસવીરો

શું તમે પશ્મીના એટલે કે ગરમ અને નરમ કપડા વિશે સાંભળ્યુ છે ને ? જેને દુકાનદાર વીંટીની વચ્ચેથી નીકાળીને બતાવે છે. ભલે પશ્મીના રિંગમાંથી નીકળી જાય પરંતુ શું તે એક માચિસબોક્સમાં પેક થઇ શકે છે ? હવે વિચારો કે જયારે પશ્મીના માચિસ બોક્સમાં ન આવી શકે તો સાડી કેવી રીતે આવી શકે ? પરંતુ આવું એક વણકરે કરીને બતાવ્યુ છે. સ્થાનિક કારીગરોને તેમની હસ્તકલામાં ઉત્કૃષ્ટતા અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરતા જોઈએ તો આપણે બધા ગર્વ અનુભવીએ છીએ.

તેલંગાણાના એક હેન્ડલૂમ વણકરે એવી સાડી ડિઝાઈન કરી છે, જે માચિસ બોક્સમાં ફિટ થઈ જાય છે. આ સાડીની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે. તેમજ વણકરના કામને લોકો બિરદાવી રહ્યા છે.

આ અદ્ભુત કામ કરનાર વણકરનું નામ નલ્લા વિજય છે, જે રાજન્ના સરસિલ્લા જિલ્લાના રહેવાસી છે. રિપોર્ટ અનુસાર, વિજયે મંત્રી સબિતા ઈન્દ્રરેડ્ડીને આ ખાસ સાડી ભેટમાં આપી હતી. વિજયે જણાવ્યું કે તેને આવી સાડી તૈયાર કરવામાં લગભગ 6 દિવસનો સમય લાગે છે. તેઓ કહે છે કે જો સાડી તૈયાર કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે તો આ કામ બે દિવસમાં પૂર્ણ થઈ શકે છે. જ્યારે પરંપરાગત લૂમ પર વણવામાં આવે છે, ત્યારે તેની કિંમત ₹12,000 છે. જ્યારે સાડી મશીન પર બનાવવામાં આવે ત્યારે તેની કિંમત 8,000 રૂપિયા છે.

તેલંગાણાના મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને શહેરી વિકાસ મંત્રી કેટી રામારાવના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ શેર કર્યુ હતુ. 11 જાન્યુઆરીના રોજ શેર કરવામાં આવી ત્યારથી આ પોસ્ટને ઘણી લાઈક્સ મળી છે. અને ઘણી સહાયક કમેન્ટ પણ મળી છે. લોકો વણકર નલ્લા વિજયના જોરદાર વખાણ કરી રહ્યા છે.

એક ટ્વિટર યુઝરે પોસ્ટ કર્યું, “મહાન પ્રતિભા,” બીજાએ લખ્યું, “હેલો ભાઈ,” ત્રીજા યુઝરે લખ્યું, “વિજય, આશા છે કે તમારા સપના સાકાર થાય!” ત્યાં, ચોથાએ લખ્યું, “મહાન પ્રયાસ.” સંપૂર્ણ રીતે સિલ્કથી બનેલી આ સાડી વર્ષ 2015માં તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલને આપવામાં આવી હતી.

Shah Jina