ગોવામાં મસ્તી કરી રહી છે સારા તેંદુલકર, આ તસવીરો જોઇ લોકો કહી રહ્યા છે પરી
આ દિવસોમાં સ્ટાર્સના બાળકો ખૂબ જ ચર્ચાનો વિષય હોય છે. પરંતુ જો ક્રિકેટની વાત કરવામાં આવે તો, સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર લાઇમલાઇટથી દૂર રહે છે. પરંતુ તેની ખબરો બનતી રહે છે.ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહાન બલ્લેબાજ સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર ઘણીવાર તેના ખૂબસુરત અને સાદગી ભરેલા અંદાજને લઇને ચર્ચામાં રહે છે.સારા મશહૂર સ્ટાર ડોટર છે અને તેની ખાસી એવી ફેન ફોલોઇંગ છે. સારા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે.
સારા તેંડુલકર આ દિવસોમાં ગોવામાં છે. ગોવામાં રજાઓ મનાવવાના બહાને તે ખૂબ જ મસ્તી કરી રહી છે. ગોવામાં મસ્તી વચ્ચે તે તસવીરો પણ શેર કરી રહી છે. આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં સારા ચાલતી જોવા મળી રહી છે. સારા તેંડુલકરે તેની ચાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં લખ્યું છે કે સનસેટ વોક. સારા સૂર્યાસ્ત સમયે ચાલતી અને આનંદ માણતી જોવા મળી રહી છે. એક તસવીરમાં સારા એક ડોગ સાથે જોવા મળી રહી છે.
સારા તેંડુલકરે ઓરેન્જ કલરનો પ્રિન્ટેડ ડીપનેક વન-પીસ ડ્રેસ પહેર્યો છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તે ભલે સિમ્પલ લુકમાં હોય, પરંતુ તેમાં પણ તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. સારા તેંડુલકરની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સારા માટે એક યુઝરે લખ્યું કે તે પરી. તેમજ બીજા પણ ઘણા લોકો આ રીતે વખાણ કરી રહ્યા છે.સારા તેંડુલકર ઘણીવાર ફરતી જોવા મળે છે. તે ઘણીવાર રજાઓ માણતી જોવા મળતી હોય છે.આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે.
સચિન તેંદુલકર અને અંજલિ તેંદુલકરની દીકરીનો જન્મ 12 ઓક્ટોબર 1997માં મુંબઇમાં થયો હતો. તેણે વર્ષ 2018માં લંડનથી મેડિસિનમાં ગ્રેજયુએશન કર્યુ છે. જો કે, તે બાદ પણ એવી અફવા ફેલાઇ હતી કે તે બોલિવુડમાં તેનું કરિયર શરૂ કરશે. આ વાતને સારાના પિતા સચિન તેંદુલકરે નકારી દીધી છે.સારા 23 વર્ષની છે અને તે લાઇમલાઇટથી દૂર રહે છે. પરંતુ જયારે પણ તે પરિવાર સાથે કોઇ ઇવેન્ટમાં જોવા મળે ત્યારે તેના ફેશન સ્ટેટમેન્ટ ઘણા જ ચર્ચામાં રહે છે. સારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે.
તમને જણાવી દઇએ કે, તેના 1.2 મિલિયન ફોલોઅર્સ છે.સારાની ખૂબસુરતી કોઇ બોલિવુડ સ્ટારથી ઓછી નથી. સ્ટાર કિડ હોવા છતાં તે લાઇમલાઇટથી દૂર રહે છે. તે પિતાની જેમ ખૂબ જ શાંત સ્વભાવની છે. સારાને ઘણીવાર બોલિવુડની મોટી પાર્ટીઓમાં સ્પોટ કરવામા આવે છે.સારા અંબાણી પરિવારની પાર્ટીઓમાં અનેક વાર જોવા મળે છે. સારાને સચિન સાથે તેમની ઓટોબાયોગ્રાફીના લોન્ચિંગ ઇવેન્ટમાં પણ સ્પોટ કરવામાં આવી હતી.