એકદમ ટૂંકા ટૂંકા ડ્રેસમાં ધૂમ મચાવી રહી છે સેફની લાડલી, એકથી એક ચઢિયાતી તસ્વીરો
બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન એ હસીનાઓમાંની એક છે જે સિંપલ લુકમાં પણ સ્ટાઇલિશ લાગે છે. હાલમાં જ તેને ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિતના પાઇલેટ્સ સેશન બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી હતી.

સારા અલી ખાને જે વ્હાઇટ પ્લે સુટ પહેર્યો હતો તે વધારે ઢીલો પણ ન હતો અને વધારે ફીટ પણ ન હતો. આ કેઝયઅલ લુકમાં તે એકદમ પરફેક્ટ લાગી રહી હતી.

સારા અલી ખાનના આ ડ્રેસમાં વી નેકલાઇન સાથે હાવ સ્લીવ્સ હતી અને આ સ્ટાઇલિશ લુકમાં ઘણી જ એટ્રેક્ટિવ લાગી રહી હતી.

સારા અલી ખાને આ લુક સાથે મેકઅપ કર્યો ન હતો અને તેના વાળ ભીના હતા. સારાની તો આ તસવીર જોઇ ચાહકોનો પરસેવો છૂટી ગયો હતો. સારા સિંપલ લુકમાં પણ ઘણી સ્ટાઇલિશ લાગે છે. તેને વધારે સિંપલ લુકમાં જ સ્પોટ કરવામાં આવે છે. સારાના ટોન્ડ લેગ્સ આ લુકને સુપર સ્ટાઇલિશ બનાવી રહ્યો હતો.

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે બોલિવુડ અભિનેતા વરુણ ધવન સાથે ફિલ્મ “કુલા નંબર 1″માં જોવા મળી હતી. સારા અલી ખાન આનંદ એલ રાયની ફિલ્મ “અતરંગી રે”માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર જોવા મળશે. તેમજ આ ફિલ્મમાં ધનુષ પણ જોવા મળશે.
View this post on Instagram
સારા અલી ખાને ફિલ્મ “કેદારનાથ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તે બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. આ બાદ તે ફિલ્મ “સિમ્બા”માં જોવા મળી હતી. જેમાં રણવીર સિંહ સાથે તે જોવા મળી હતી. સારાએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવુડમાં તેનું નામ કમાવી લીધુ છે.
View this post on Instagram