વીડિયો : ટૂંકી ચડ્ડીમાં સારા અલી ખાનની આ હરકતે જીતી લીધું લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર થઇ રહી છે પ્રશંસા

જેને પૈસાની કોઈ કમી જ નથી એવી નવાબની લાડલી ભિખારીઓ જોડે કેવો વ્યવહાર કરે છે? વીડિયો જોતા જ રૂંવાટી ઉભી થઇ જશે

સારા અલી ખાને બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર સારા અલી ખાન ઘણીવાર ચાહકો સાથે પણ જોડાયેલી રહેતી હોય છે. સારા અલી ખાનને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ પણ હોય છે. સારાની તસવીરો પણ અવાર નવાર વાયરલ થતી રહે છે.

તાજેતરમાં અભિનેત્રી સારા અલી ખાનની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને લોકો સારા અલી ખાનની પ્રશંસા પણ કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન વીકેંડ પર તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને માતા અમૃતા સિંહ સાથે લંચ પર ગઈ હતી.

આ દરમ્યાન પેપરાજીઓએ ત્રણેયને એકસાથે પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. ત્યારબાદ સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાને જે કર્યું હતું તેનાથી બધી બાજુ તેમની પ્રશંસા થઈ રહી છે. ભાઈ અને બહેને એક ગરીબ મહિલાને ખાવા માટે બિસ્કિટ આપ્યા હતા. તેમજ અમૃતા સિંહે ગરીબ મહિલાને પૈસા પણ આપ્યા હતા. આ દરમ્યાન સારા અલી ખાન ડેનિમ શોર્ટ્સ અને સફેદ હાફ શર્ટમાં જોવા મળી હતી. તેમજ ઇબ્રાહિમ બ્લેક બનિયાન-લાલ પેન્ટમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત  માતા અમૃતા સિંહે  લોન્ગ બ્લુ ડેનિમ શર્ટ પહેર્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં  જોઈ શકાય છે  કે સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન અને અમૃતા સિંહ લંચ કર્યા બાદ ઘરે જતા સમયે કારમાં બેસવા જઈ રહ્યા હતા. આ દરમ્યાન એક ગરીબ મહિલા તેની પાસે ખાવા માટે પૈસા માંગે છે.

સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન તે ગરીબ મહિલાને જોઈને બિસ્કિટના પેકેટ આપે છે. સાથે જ અમૃતા સિંહ તે ગરીબ મહિલાને પૈસા પણ આપે છે. ભાઈ બહેનના આ ઉમદા કાર્યની પ્રશંસા દરેક લોકો કરી રહ્યા છે અને તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાને તાજેતરમાં નિર્દેશક આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ પણ છે. સારા અલી ખાન છેલ્લે વરુણ ધવનની સાથે ફિલ્મ ‘કુલી નંબર 1’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

Patel Meet