આમિર ખાનની ઓનસ્ક્રીન દીકરી સાન્યાએ ખરીદી ખુબ જ મોંઘી લક્ઝરી કાર, કિંમત જાણી ઉડી જશે હોંશ

આપણે જેના સપના જોઈએ તે મોંઘીદાટ કાર આમિર ખાનની ઓનસ્ક્રીન દીકરીએ લીધી, કિંમત જાણીને ફફડી ઉઠશો

લક્ઝરી કારો ખરીદવાનો શોખ બોલિવુડ સ્ટાર્સના મોટા મોટા ડ્રીમ્સમાંથી એક છે. થોડા સમય પેહલા જ રેપર બાદશાહ, અભિનેતા વિક્રાંત મૈસી અને અભિનેત્રી અદિતિ રાવ હૈદરી જેવા સ્ટાર્સ કિંમતી અને લક્ઝરી કારો પોતાના ઘરે લાવ્યા છે. આ વચ્ચે બોલિવુડની દંગલ ગર્લ એટલે કે સાન્યા મલ્હોત્રાએ પણ લક્ઝરી કાર ખરીદી છે. સાન્યા Audi Q8 SUVની માલકિન બની ગઇ છે. નવી કાર સાથેની અભિનેત્રીની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.

Audiની ડિલીવરી લેતા સમયે સાન્યા મલ્હોત્રાની તસવીરો અને વીડિયો કંપનીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં જોઇ શકાય છે કે, કાર ખરીદ્યા બાદ અભિનેત્રીની ખુશીનું કોઇ ઠેકાણુ નથી. સાન્યાએ Mythos Black Metallic કલરની Audi Q8ની ડિલીવરી લીધી છે. Audi Q8ના બે વેરિઅન્ટ્સ- Q8 Celebration અને Q8 Standardમાં વેચવામાં આવે છે, જેની એક્સ શો રૂમ કિંમત 1.03 કરોડ રૂપિયા અને 1.38 કરોડ રૂપિયા છે.

આમિર ખાનની સુપર હિટ ફિલ્મ ‘દંગલ’માં દીકરીનું પાત્ર નિભાવી ફેમસ થયેલી સાન્યા મલ્હોત્રા એક્ટિંગની સાથે સાથે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની હોટ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો છે અને તે ટૂંક સમયમાં 30 લાખનો આંકડો પાર કરતી જોવા મળશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં સાન્યા મલ્હોત્રા લવ હોસ્ટેલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે બોબી દેઓલ અને વિક્રાંત મેસી પણ જોવા મળ્યો હતો. આ સિવાય તે હિટ ધ ફર્સ્ટ કેસમાં રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. જણાવી દઇએ કે, સાન્યા મલ્હોત્રા ફિલ્મ “શકુંતલા દેવી”માં જોવા મળી હતી. સાન્યા મલ્હોત્રાએ તેના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધુ હતુ. ફિલ્મ “શકુંતલા દેવી”માં સાન્યા શકુંતલા દેવીના દીકરીના પાત્રમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sanya Malhotra💥 (@sanyamalhotra_)

દંગલ ગર્લ સાન્યા એ વાતથી ઘણી ખુશ હતી કે, તેને વિદ્યા બાલન સાથે કામ કરવાનો મોકો મળ્યો. સાન્યાનું કહેવુ છે કે, “શકુંતલા દેવી”ની બાયોપિકમાં કામ કરવાનો તેનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો. “શકુંતલા દેવી”માં સાન્યા દિવંગત મેથેમેટ્કિસ જીનિયસ શકુંતલા દેવીની દીકરી અનુપમા બેનર્જીની ભૂમિકામાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sanya Malhotra💥 (@sanyamalhotra_)

Shah Jina